ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની સોમવારે મોડી રાત્રે તબિયત લથડી હતી. જેથી તેઓને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા છે. રાજેન્દ્ર ત્રિવેદી ને હાર્ટની તકલીફ થતા પહેલા ગાંધીનગર સિવિલ લઈ જવાયા હતા.
ગાંધીનગર :ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની સોમવારે મોડી રાત્રે તબિયત લથડી હતી. જેથી તેઓને તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા છે. રાજેન્દ્ર ત્રિવેદીને હાર્ટની તકલીફ થતા પહેલા ગાંધીનગર સિવિલ લઈ જવાયા હતા. બાદમા અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલમા લઈ જવાયા હતા કોરોનાના કહેર વચ્ચે ગુજરાત વિધાનસભા નું બજેટ સત્ર યોજાયું હતું. આ દરમિયાન અનેક ધારાસભ્યો અને સરકારી અધિકારીઓમાં કોરોના સંક્રમણ ફેલાયું હતું. એક પછી એક ધારાસભ્યોને કોરોના હોવાના અહેવાલ સામે આ્વયા હતા. જોકે, આ પહેલા મહેસૂલ મંત્રી કૌશિક પટેલની પણ ગૃહમા તબિયત બગડી હતી. જેઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. અત્યાર સુધી ગુજરાત વિધાનસભામાં એક મંત્રી સહિત કુલ 180 માંથી 12 ધારાસભ્યો કોરોના પોઝિટિવ થયા છે. રાજેન્દ્ર ત્રિવેદી મૂળ વડોદરાના રાવપુરા વિસ્તારના ધારાસભ્ય છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાના ધારાસભ્ય બાબુભાઈ જમના પટેલ કોરોના પોઝીટીવ આવતા આજે વિધાનસભાગૃહમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા દરેક ધારાસભ્યને માસ્ક પહેરવાની ટકોર પણ કરી હતી. કૉંગ્રેસનાં ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને અધ્યક્ષએ કહ્યુ હતું કે, તમે છીંક ખાઇ રહ્યાં છો તો માસ્ક પહેરી રાખો. ભાજપના ધારાસભ્ય શભુજી ઠાકોરને પણ માસ્ક પહેરવાની ટકોર અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા કરવામાં આવી હતી. આમ, વિધાનસભા ગૃહ દરમિયાન તેઓ અનેકવાર માસ્ક મુદ્દે ટકોર કરતા રહ્યા હતા.