Monday, October 5, 2026
HomeGujarat‘વેક્સીન કેમ નથી લીધી’ તેવું કહીને સુરત મનપાએ દુકાનદારને 1000 રૂપિયાનો દંડ...

‘વેક્સીન કેમ નથી લીધી’ તેવું કહીને સુરત મનપાએ દુકાનદારને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

સુરત :હાલ સમગ્ર ગુજરાતમાં વેક્સીનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. તો બીજી તરફ વેક્સીનેશન લેવામાં લોકોમાં અવેરનેસ પણ જોવા મળી છે. જેમ ટેસ્ટિંગ કરાવવા લોકોની લાઈન લાગતી હતી, તેમ હવે વેક્સીન લેવા લોકો પડાપડી કરી રહ્યાં છે. પરંતુ આ વચ્ચે સુરતમાં અજીબોગરીબ કિસ્સો બન્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં માસ્ક ન પહેરવા મામલે દંડ ફટકારાતો હતો, પરંતુ સુરતમાં વેક્સીન ન લેવા મામલે દંડ ફટકારાયો છે. સુરતમાં અડાજણના એક દુકાનદારને ‘વેક્સીન કેમ નથી લીધી’ તેવું કહીને 1000 રૂપિયા દંડ ફટકારાયો છે. જોકે, વેક્સીન ન મૂકાવા માટે ફટકારાયેલ 1 હજારના દંડની રસીદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. મહાનગર પાલિકા પોતાના નિયમ-કાયદા લોકો પર થોપી રહી છે. સુરત મનપા જાગૃતિ અભિયાનની સાથે દાદાગીરી પણ કરી રહી છે. સુરતના વેસ્ટ ઝોનના અધિકારી દ્વારા આ રસીદ આપવામાં આવી હતી. સુરત મનપા દ્વારા લોકોને જબરદસ્તીથી લોકોને વેક્સીન લગાવવા દબાણ કરવામાં આવી રહ્યું છે. તેનો પુરાવો સામે આવ્યો છે.  સુરતમાં અડાજણ વિસ્તારમાં 45 વર્ષીય દિલીપ દુબે નામના શખ્સની પાનની દુકાન છે. બે દિવસ પહેલા સુરત મનપાના કર્મચારીઓ દિલીપ દુબેની દુકાને આવ્યા હતા. દિલીપ દુબેની દુકાન પર આવીને મનપાના કર્મચારીઓએ સવાલ કર્યો હતો કે, ‘વેક્સીન કેમ નથી લીધી.’ ત્યારે તેમણે વેક્સીન ન લેવાની વાત સ્વીકારી હતી. ત્યારે મનપાના કર્મચારીઓએ દિલીપ દુબેને 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ત્યારે રસીદ જોઈને દિલીપ દુબે આશ્ચર્યમાં પડી ગયા હતા. આમ, સુરત મનપાના કર્મચારીઓ આ રીતે લોકોને લૂંટી રહ્યાં છે તેવી હકીકત સપાટી પર આવી છે. મહત્વની વાત તો એ છે કે, સરકારે 45 થી વધુ ઉંમરના લોકોને વેક્સીન લેવાની સલાહ આપી છે. જોકે, તેને ફરજિયાત કરાયું નથી, ન તો વેક્સીન લેનારાઓ પાસેથી દંડ વસૂલવાની જોગવાઈ છે. ત્યારે સુરત મનપાના કર્મચારીઓ આ રીતે કેમ રૂપિયા વસૂલે છે તે હજી જાણવા મળ્યુ નથી. કોના આદેશથી આ રીતે દંડ વસૂલવામાં આવે છે તે મોટો પ્રશ્ન છે. 

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here