Gujarat Local Body Election: શરૂઆતના વલણમાં ભાજપ આગળ, નગરપાલિકા-જિલ્લા પંચાયતમાં દબદબો

0
33
31 જિલ્લા પંચાયતમાં સરેરાશ 60.44 ટકા થયું છે. જયારે તાલુકા પંચાયતની ચૂંટણીમાં અંદાજે 61.83 ટકા અને નગરપાલિકા માટે અંદાજે 53.07 ટકા મતદાન થયું છે.
31 જિલ્લા પંચાયતમાં સરેરાશ 60.44 ટકા થયું છે. જયારે તાલુકા પંચાયતની ચૂંટણીમાં અંદાજે 61.83 ટકા અને નગરપાલિકા માટે અંદાજે 53.07 ટકા મતદાન થયું છે.

ગાંધીનગર: રાજ્યમાં નગરપાલિકા-જિલ્લા અને તાલુકા પંચાયત માટે મત ગણતરી યોજાઇ રહી છે. ભાજપ નગરપાલિકાની 185 બેઠક પર આગળ છે જ્યારે કોંગ્રેસ 18 બેઠક પર આગળ છેબોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર-1નું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે જેમાં ભાજપના ચારેય ઉમેદવારનો વિજય થયો છે. ભાંડુ તાલુકા પંચાયતમાં ભાજપના જ્યોત્સના બેન કાળાભાઇ રાવળની 2390 મતથી જીત થઇ હતી.

અસલાલી તાલુકા પંચાયતમાં ભાજપની જીત
આહવા 1 તાલુકા પંચાયત ભાજપની 280 મતથી જીત
શરૂઆતના વલણમાં ભાજપ તરફી વલણ
જૂનાગઢના બગડું તાલુકા પંચાયતમાં ભાજપની જીત

આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીની વિજયકૂચ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના પદાધિકારીઓ અને અગ્રણીઓ કોબા સર્કલ ખાતે આવેલા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બપોરે 1.30 વાગે ઉપસ્થિત રહેશે.મોરબીની આમરણ તાલુકા પંચાયતમાં ભાજપ-કોંગ્રેસને સરખા મત મળતા ચિઠ્ઠી ઉપાડતા ભાજપના ઉમેદવારની જીત થઇ છે.ધાનાણીના ગઢમાં ગાબડું, અમરેલી: ધારીની ભાડેર બેઠક પર આપના ઉમેદવારની બે મતે જીત સાબરકાંઠામાં કોંગ્રેસ ધારાસભ્ય અશ્વિન કોટવાલના પુત્રની હારવિજયનગર તાલુકા પંચાયતમાં યશ કોટવાલનો પરાજયસુરત જિલ્લા પંચાયતની કિમ બેઠક પર ભાજપની જીતતલોદ નગર પાલિકા: પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીત બારડોલી નગર પાલિકામાં વોર્ડ નંબર 1માં ભાજપની આખી પેનલ વિજેતા જામનગર: બેરાજા તાલુકા પંચાયતની એક બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજયસુત્રાપાડા તાલુકા પંચાયતની લોઢવા બેઠક પર ભાજપના ઉમેદવારની એક મતે જીતનવસારી: ચીખલી તાલુકા પંચાયતમાં ભાજપની જીતજૂનાગઢ: બગડુ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજયઉલ્લેખનીય છે કે, 2015માં યોજાયેલી જિલ્લા, તાલુકા અને નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનું શાનદાર પ્રદર્શન રહ્યું હતું. જો કે પ્રાથમિક રુઝાનોમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે, પાટીદાર અનામત આંદોલનના કારણે ગત ચૂંટણીમાં કોંગ્રેસને સફળતા સાંપડી હતી.જણાવી દઈએ કે, 31 જિલ્લા પંચાયતમાં સરેરાશ 60.44 ટકા થયું છે. જયારે તાલુકા પંચાયતની ચૂંટણીમાં અંદાજે 61.83 ટકા અને નગરપાલિકા માટે અંદાજે 53.07 ટકા મતદાન થયું છે. આ સાથે જ આ ચૂંટણી લડી રહેલા રાજ્યના 22,216 ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ થઇ ગયા હતા. જેમના ભાવિનો આજે ફેંસલો થઈ જશે.