નરેશ પટેલને હાર્દિકનું કોંગ્રેસમાં જોડાવવાનું આમંત્રણ! ‘તમારું આ પગલું યુવાનોને નવી આશા આપશે’

0
15
ગુજકાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે નરેશ પટેલ સંબોધન કરતો ખુલ્લો પત્ર લખ્યો છે, નરેશ પટેલને સક્રિય રાજકારણ આવવા અપીલ કરી છે
ગુજકાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે નરેશ પટેલ સંબોધન કરતો ખુલ્લો પત્ર લખ્યો છે, નરેશ પટેલને સક્રિય રાજકારણ આવવા અપીલ કરી છે

અમદાવાદ: પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવાની માંગ સાથે પાસ દ્વારા આગામી કાર્યક્રમ રણનિતી બની રહી છે. પાટીદર સમાજ પર થયેલા કેસ પરત ખેંચવા માટે સરકાર સાથે પાસ અને ખોડલધામ પ્રમુખ નરેશ પટેલમધ્યસ્થી કરી રહ્યા છે. ત્યા ગુજકાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે નરેશ પટેલ સંબોધન કરતો ખુલ્લો પત્ર લખ્યો છે. નરેશ પટેલને સક્રિય રાજકારણ આવવા અપીલ કરી છે .ગુજરાત કોંગ્રેસ પ્રમુખ હાર્દિક પટેલે નરેશ પટેલ સંબોધન કરતા લખ્યું છે કે, તમે જાણો છો કે, ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી એક જ પક્ષનું શાસન છે અને આ પક્ષની તાનાશાહી પ્રવૃત્તિથી આપણું ગરવી ગુજરાત છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ અન્યાયી પ્રથાઓ ભોગવી રહ્યું છે, કારણ એ પણ છે કે, સત્તાપક્ષ પૈસા અને સરકારી તંત્રના જોરે બેફામ બની ગઇ છે.સરકારની તાનાશાહીનો સૌથી વધુ ભોગ આપણા પાટીદાર સમાજના હજારો યુવાન બન્યા છે, પાટીદાર સમાજના હજારો પરિવાર ખેતી અને વ્યવસાયમાં અનેક સમસ્યાઓનો સામનો કરે છે. તમે સારી રીતે જાણો છો કે, કેવી રીતે આપણા ખેડૂતોની માંગણીઓ સંતોષવામાં આવી નથી અને શાસક પક્ષના નેતાઓ દ્વારા તમામ સ્તરે આપણા વેપારીઓને કેવી રીતે હેરાન કરવામાં આવે છે.આ અન્યાયી વાતાવરણમાં હું તમને આગળ આવવા અને સક્રિય રાજ્કીય જીવનમાં જોડાવા અપીલ કરું છું. ૨૦૧૫થી મારા જેવા યુવાનો અન્યાય સામે જંગ લડવા નીકળ્યા છે તેવા યુવાનોને તમારું આ પગલું નવી આશા આપશે. આજે પણ હજારો પાટીદાર યુવાનો આંદોલન સમયના ખોટા કેસોથી પીડાય છે, પાટીદાર સમાજને અનુભવી નેતૃત્વની જરૂર છે.હું તમને માત્ર વિશાળ અને મજબૂત પાટીદાર સમાજના યુવા સભ્ય તરીકે નહીં પણ ગુજરાત કોંગ્રેસના કાર્યકર તરીકે પણ લખી રહ્યો છું. હું તમને વિનંતી કરું છું કે, તમે કોઈપણ બાહ્ય પરિબળોને ભૂલી જાઓ અને પાટીદાર યુવાનો પર વિશ્વાસ રાખીને રાજ્યના હિત અને અસ્તિત્વની લડાઇના શ્રીગણેશ કરો.નોંધનીય છે કે, અગાઉ પણ કોંગ્રેસ પ્રભારી અને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ નિવેદન આવી ચુક્યા છે કે, કોંગ્રેસની વિચારધારા જે પણ સામાજીક આગેવાન આવવા માંગતા હોય તેમનું સ્વાગત છે . તો બીજી તરફ ૨૦૨૨ ચૂંટણી વર્ષ છે ત્યારે કઇક નવા જૂની થાય તો નવાઇ ન કહેવાય.