Saturday, March 7, 2026
HomeGujaratહરીચરણ દાસજી મહારાજ બ્રહ્મલીન: ભક્તોએ ચોધાર આંસું સાથે કર્યા અંતિમ દર્શન

હરીચરણ દાસજી મહારાજ બ્રહ્મલીન: ભક્તોએ ચોધાર આંસું સાથે કર્યા અંતિમ દર્શન

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

ગોંડલ રામજી મંદિર ખાતે હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા છે. ગોંડલ આશ્રમ ખાતે તેમણે બ્રહ્મ મુહૂર્તમાં અંતિમ શ્વાસ લીધા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હરી ચરણદાસજી મહારાજે અંતિમ શ્વાસ લેતા રઘુવંશી સમાજ સહિતના સમાજમાં શોકની લાગણી વ્યાપી છે. થોડા સમય પહેલાં જ બાપુને સો વર્ષ સોમો જન્મદિન હતો. સો વર્ષના શતાબ્દી મહોત્સવનું પણ  આયોજન કરવામાં આવ્યું હતુ. આવતીકાલે ગોરા આશ્રમ ખાતે બાપુની અંતિમવિધિ કરવામાં આવશે. ગત સપ્તાહે ગોરા આશ્રમથી હરિચરણદાસજી મહારાજ ગોંડલ પધાર્યા હતા.ગોંડલ આશ્રમ ખાતે તેમના રૂમમાં જ આઇસીયુ યુનિટ ઉભો કરવામાં આવ્યો હતો  ગોંડલ આશ્રમ ખાતે તેમના દીર્ધાયુ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. હરિચરણદાસજી મહારાજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારા સહિતના વ્યક્તિઓના ગુરુ છે. સાંજે ચાર વાગ્યા સુધી ભક્તો ગોંડલ ખાતે અંતિમ દર્શન કરી શકશે. હરિચરણદાસજી મહારાજનું જીવન ભક્તિની સાથોસાથ લોક સેવાના કાર્યોમાં પણ જોડાયેલું હતું. ગોંડલ આશ્રમની બાજુમાં જ તેમણે હોસ્પિટલ બનાવડાવી હતી.ગત સપ્તાહે હરિચરણદાસજી મહારાજના અનન્ય સેવકે પણ દેહ ત્યાગ કર્યો હતો.  હનુમાનજીના પરમ ઉપાસક ત્યાગી સીતારામ બાપુએ દેહ ત્યાગ કર્યો હતો. નર્મદાના કિનારે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. ત્યાગીજી સીતારામદાસજી મહારાજ છેલ્લા 25 વર્ષોથી હરિચરણદાસજી બાપુ સાથે રહેતા હતા. પૂ.ત્યાગીજી મહારાજે ગત સપ્તાહે સવારે સાડા ત્રણથી 4 વાગ્યાની વચ્ચે ગોરા આશ્રમ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. દેહ ત્યાગના બે-ત્રણ દિવસ પ્રુવે ત્યાગીજી મહારાજે હરિચરણદાસજી મહારાજને કહ્યું હતું કે, હું જાઉં છું. તો સાથે જ 108 કુંડી રામયજ્ઞ ગોંડલમાં કરાવવાની વાત હરિચરણદાસજી મહારાજને કરી હતી.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here