Wednesday, August 5, 2026
HomeGujaratનવસારીમાં નોકરી પર જતી મહિલાના મોપેડને ટ્રકે ટક્કર મારતાં મોત, સાત વર્ષના...

નવસારીમાં નોકરી પર જતી મહિલાના મોપેડને ટ્રકે ટક્કર મારતાં મોત, સાત વર્ષના પુત્રએ માતા ગુમાવી

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

નવસારી શહેર અને જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનામાં વધારો થયો છે, જેને પગલે મોટા ભાગે બાઇકચાલક અને રાહદારીઓનું મોત ઘટનાસ્થળે થતું હોય છે. આવા જ પ્રકારની દુર્ભાગ્યપૂર્ણ ઘટના નવસારીના એરુ ઈટાળવા રોડ પર બની છે. સવારે નોકરી પર જતી 28 વર્ષીય મહિલાનું અકસ્માતમાં મોત થયું છે. આ દુર્ઘટનામાં સાત વર્ષના પુત્રએ માતા ગુમાવી છે.28 વર્ષીય ક્રિષ્ના અશ્વિન પટેલ વહેલી સવારે પોતાના ગામ સામાપુરથી જ્વેલરીની કંપનીમાં નોકરી પર જવા નીકળી હતી. ત્યારે આશરે સાડાઆઠ વાગ્યાની આસપાસ યમરાજ બનીને આવેલા શેરડીના ટ્રકચાલકે મહિલાના મોપેડને પાછળથી ટક્કર મારી અડફેટે લીધી હતી. જેથી મહિલા રોડ પર મોપેડ સાથે ફગોળાઇ હતી અને માથામાં ગંભીર ઈજા થતાં તેનું ઘટનાસ્થળે પ્રાણપંખેરું ઊડી ગયુ હતું.28 વર્ષીય મહિલાનો પતિ અશ્વિન પટેલ વેલ્ડિંગનું કામ કરે છે અને પરિવારમાં 7 વર્ષના પુત્રે માતા ગુમાવતાં સિવિલ હોસ્પિટલમાં ગમગીન માહોલ ઊભો થયો હતો. સિવિલ પહોંચેલો પરિવાર મહિલાના મોટી વ્યતીત થયો છે અને તેઓ પર આભ તૂટી પડ્યું હતું. ટ્રકચાલક વિરુદ્ધ સખત કાર્યવાહી થાય તેવી માગ પરિવાર દ્વારા કરવામાં આવી છે. આ સમગ્ર મામલે જલાલપોર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here