
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ખંભાતના અખાત પાસે પહોંચતા વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઇ છે. જેની અસરથી આજે હવામાન વિભાગે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની શક્યતાને જોતા સાત જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું છે. દ્વારકા,પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 4 થી 6 ઓક્ટોબર દરમિયાન વરસાદી વાતાવરણ રહેશે અને 7 ઓક્ટોબર બાદ વરસાદની રાજ્યમાંથી વિદાય લઈ શકે છે.ખંભાતના અખાત પાસે સર્જાયું વેલમાર્ક લો પ્રેશરના કારણે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તો મધ્ય ગુજરાત, ઉત્તમ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગે સંઘપ્રદેશ દીવમાં પણ ભારે વરસાદની શક્યતાને જોતો ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.11 જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 1 ઓક્ટોબર 2025ના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ શકયતા છે.


