મલેશિયામાં શુક્રવારથી થયેલા ભારે વરસાદને કારણે પૂર આવ્યું છે. એને કારણે રવિવારે 30 હજારથી વધારે લોકો બેઘર થયા છે. સરકારી વેબસાઈટ પ્રમાણે દેશનાં 16 રાજ્યમાંથી 8માં શનિવારે પૂરનું જળસ્તર અચાનક વધી ગયું હતું, જેને કારણે આગામી દિવસોમાં પણ સ્થિતિ વધારે ખરાબ થવાની શક્યતા છે.
મલેશિયામાં હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે આખા દેશની નદીઓમાં પૂર, લેન્ડ સ્લાઈડિંગ અને રસ્તાઓ પર કાર ડૂબેલી દેખાય છે. એ ઉપરાંત દેશના 15 હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હોવાને કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓની સપ્લાયચેઈન પણ અટકી પડી છે. જો આગામી 1-2 દિવસમાં હાઈવે કાર્યરત નહીં થાય તો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અછત સર્જાય એવી પણ સ્થિતિ આવી શકે છે.પાટનગર ક્વાલાલમ્પુર નજીક આવેલું રાજ્ય સેલાંગોર પૂરથી વધારે પ્રભાવિત છે. તે મલેશિયાનું સૌથી અમીર રાજ્ય માનવામાં આવે છે. અહીં 10 હજારથી વધારે લોકો તેમના ઘર છોડીને સુરક્ષિત જગ્યાઓ પર જતા રહ્યા છે. વડાપ્રધાન ઈસ્માઈલ સાબરી યાકુબે કહ્યું હતું કે ફસાયેલા લોકોને આશ્રય સ્થળ સુધી પહોંચાડવામાં મદદ માટે પોલીસ, સેના અને ફાયરબ્રિગેડ વિભાગના થઈને 65 હજારથી વધારે કર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે.
ડિસેમ્બર મહિનામાં 10 વર્ષનું સૌથી મોટું ભીષણ પૂર
ડિસેમ્બરના મહિનામાં આ પૂર 10 વર્ષનું સૌથી મોટું પૂર માનવામાં આવે છે. એને કારણે ઘણા શહેરી વિસ્તારો ડૂબી ગયા છે. મેઈન હાઈવે બંધ હોવાને કારણે ઘણાં ગામડાં અને શહેરો સં