Monday, May 20, 2024
HomeWorldબ્રિટનમાં 24 કલાકમાં કોરોનાનો જબરદસ્ત મોટો વિસ્ફોટ, અમેરિકા પણ ચિંતાતૂર

બ્રિટનમાં 24 કલાકમાં કોરોનાનો જબરદસ્ત મોટો વિસ્ફોટ, અમેરિકા પણ ચિંતાતૂર

Date:

spot_img

Related stories

‘ઓડિશામાં 10 જૂને ડબલ એન્જિન સરકાર બનશે’, ઢેંકનાલથી વડાપ્રધાન મોદીએ કર્યો મોટો દાવો

લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું...

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

નવી દિલ્હી:  કોરોના વાયરસના નવા વેરિેન્ટ ઓમિક્રોનના કારણે દુનિયા એકવાર ફરીથી દહેશતમાં છે. આ બધા વચ્ચે બ્રિટનમાં કોરોના વાયરસનો વિસ્ફોટ થયો છે. ગુરુવારે 24 કલાકની અંદર કોરોનાના 88,376 નવા કેસ નોંધાયા. બ્રિટિશ સ્વાસ્થ્ય અધિકારીએ કહ્યું કે આગામી કેટલાક દિવસોમાં કેસમાં વધારો થઈ શકે છે. બુધવારથી ગુરુવારની વચ્ચે કોરોના વાયરસથી સંક્રમિત 146 લોકોના મોત થયા છે. આ દરમિયાન સરકારે બુસ્ટર ડોઝને પણ ઝડપથી વધારવાની કવાયત હાથ ધરી છે. રોયટ્સના રિપોર્ટ મુજબ બુધવારે 745,183 લોકોને કોરોના રસી અપાઈ. 

યુકેના અધિકારીઓએ જણાવ્યું કે કોરોના વાયરસનો ઓમિક્રોન વેરિએન્ટ ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેમાં દર બે થી ત્રણ દિવસમાં કેસની સંખ્યા બમણી થઈ રહી છે. યુકે સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીએ કહ્યું કે દેશમાં અન્ય 1,691 ઓમિક્રોન કેસની ઓળખ થઈ છે. જેના કારણે કુલ કેસની સંખ્યા હવે 11,708 થઈ છે. જો કે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ સંખ્યા વધવાની સંભાવના છે. 

ઈંગ્લેન્ડના મુખ્ય ચિકિત્સા અધિકારીનું કહેવું છે કે એ શક્ય છે કે આ શિયાળામાં કોવિડ-19થી દૈનિક હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ગત સંખ્યાને પાર કરી જાય. જો કે તેમણે ચેતવ્યા કે વિશાળ અનિશ્ચિતતા ઓમિક્રોન વેરિએન્ટ અંગે બનેલી છે. આ બધા વચ્ચે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સને ડાઉનિંગ સ્ટ્રીટમાં એક પત્રકાર પરિષદમાં કહ્યું કે ઓમિક્રોન સંક્રમણના કેસ બેથી પણ ઓછા દિવસમાં બમણા થઈ રહ્યા છે. પરંતુ તેમણે આશા વ્યક્ત કરી કે કોવિડ-19 રસીના બૂસ્ટર ડોઝ આપવાની મુહિમથી તેને પહોંચી વળવામાં મદદ મળશે. જ્હોન્સન તરફથી ઓમિક્રોનના જોખમને રોકવા માટે આ વર્ષના અંત  સુધીમાં વયસ્કોને બૂસ્ટર ડોઝ આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે. કોરોના રસીના નવા વેરિએન્ટ ઓમિક્રોનને ખુબ ખતરનાક વેરિએન્ટ ગણવામાં આવી રહ્યો છે. તે ઝડપથી દુનિયાના મોટાભાગના દેશોમાં ફેલાઈ રહ્યો છે. જો કે આ વેરિએન્ટને લઈને દરેક દેશમાં સજાગતા વર્તાઈ રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના રિજિયોનલ ડાઈરેક્ટરે ચેતવતા કહ્યું કે વેરિએન્ટને હળવો કહીને ફગાવી શકાય નહીં. કારણ કે તે ઝડપથી ફેલાઈ શકે છે. 

‘ઓડિશામાં 10 જૂને ડબલ એન્જિન સરકાર બનશે’, ઢેંકનાલથી વડાપ્રધાન મોદીએ કર્યો મોટો દાવો

લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું...

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here