94 હજાર કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની સપાટી નજીકથી પસાર થશે ઉલ્કા-AJ193:નાસા

0
24
2063માં આ ઉલ્કા પૃથ્વીની સપાટીથી નજીવા અંતરે પસાર થશે- નાસા
2063માં આ ઉલ્કા પૃથ્વીની સપાટીથી નજીવા અંતરે પસાર થશે- નાસા

અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ ચેતવણી આપી છે કે 2016-AJ193 નામની ઉલ્કા 21 ઓગસ્ટની રાત્રે પૃથ્વીની સપાટી નજીકથી પસાર થશે. આ ઉલ્કા પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના નવ ગણા અંતર અને 94,208 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પસાર થશે. વિવિધ કદ અને વ્યાસ ધરાવતી ઉલ્કા હંમેશા વિશ્વભરમાં કાર્યરત ખગોળશાસ્ત્રીઓ માટે ચિંતાનું બનીને રહી છે.

નાસાએ ઉલ્કા- AJ193ને જોખમી જાહેર કરી
ઉલ્કા- AJ193 દર વખતે 21 ઓગસ્ટે પૃથ્વીની સપાટી પાસેથી પસાર થતી હોવાથી જોખમી જાહેર કરી દીધી છે. નાસાના જણાવ્યા પ્રમાણે આ ઉલ્કા આગામી વર્ષોમાં પૃથ્વીની સપાટીની અત્યંત નજીકથી પસાર થઈ શકે છે. આજે શનિવારે 21 ઓગસ્ટના દિવસે 1.4 કિલોમીટર પહોળી આ ઉલ્કા 94,208 કિલોમીટર પ્રતિ-કલાકની ઝડપે પૃથ્વીની ભ્રમણ કક્ષા નજીકથી પસાર થશે, જેને ખગોળિય ટેલિસ્કોપ દ્વારા જોઇ શકાશે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર 2063માં આ ઉલ્કા પૃથ્વીની સપાટીથી નજીવા અંતરે પસાર થશે, નાસાએ જણાવ્યું હતું કે 2021માં આ ઉલ્કા પૃથ્વીને કોઇપણ પ્રકારનું નુકસાન પહોંચાડશે નહીં.ઉલ્કા-AJ193ને પહેલીવાર જાન્યુઆરી 2016માં અમેરિકામાં હાવાઈના હલાકાલાની વેધશાળામાં સ્થિત પૈનોરમિક સર્વે ટેલિસ્કોપ અને રેપિડ રિસ્પોન્સ સિસ્ટમ સુવિધાની સહાયતાથી સ્પોટ કરાઈ હતી. ત્યારપછી નાસાએ અંતરિક્ષની વિવિધ ઉલ્કાનું નિરિક્ષણ કરવા માટે NEOWISE સ્પેસક્રાફ્ટનો ઉપયોગ કરાયો હતો. અનુસાર આ દરમિયાન ખગોળશાસ્ત્રીઓને જાણવા મળ્યું હતું કે આ ઉલ્કા ઘણી વિશાળકાય છે. આ ઉલ્કા દર 5.9 વર્ષમાં સૂર્યની પ્રદક્ષિણા કરે છે અને ત્યારપછી ગુરૂની ભ્રમણકક્ષાથી આગળ પરિભ્રમણ કરવા જતી રહે છે.ઉલ્કા લગભગ 4.6 અરબ વર્ષ પહેલા સૂર્યમંડળના નિર્માણ દરમિયાન વેરાયેસા રેતકણોનો સમુહ છે. જે સૂર્યમંડળમાં નાની-મોટી ભેખડો સમાન સફર કરે છે. નાસા જોઇન્ટ પ્રોપલ્શન લેબોરેટરી (JPL)ના જણાવ્યા પ્રમાણે, જો કોઇ ઉલ્કા પૃથ્વીની સપાટીથી સૂર્ય સપાટી વચ્ચે રહેલા અંતરથી 1.3 ગણી ઓછી હોય (લગભગ 93 મિલિયન માઇલ) ત્યારે તેને ક્લાસીફાઇડ કરાય છે. નાસા અત્યારસુધી 26 હજારથી વધુ ઉલ્કાઓને ટ્રેક ચૂકી છે. જેમાથી 1 હજારથી વધારે સંભવિત રૂપે જોખમી હોવાનો ઉલ્લેખ કરાયો હતો.