Saturday, March 7, 2026
HomeGujaratગુજરાતમાં બે દિવસ આ વિસ્તારોમાં સુસવાટા સાથે પડશે ધોધમાર વરસાદ

ગુજરાતમાં બે દિવસ આ વિસ્તારોમાં સુસવાટા સાથે પડશે ધોધમાર વરસાદ

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

રાજયના દરિયા કિનારે ભારે પવનની હવામાનની આગાહી કરવામાં આવી છે. જેના કારણે બાદ મોટા ભાગના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. થોડા દિવસ પવનની ગતિ વધી શકે છે જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. આ સાથે લોકોને પણ દરિયા કિનારે ન જવાની અપીલ કરવામાં આવી છે. આગાહીના પગલે તંત્રએ એલર્ટ આપ્યું છે. ગુજરાતના હવામાન અંગે આગાહી કરવામાં આવી છે કે, 5મી જુલાઇ સુધી અમદાવાદ સહિતના રાજ્યમાં ઝાપટાંથી માંડીને ભારે વરસાદ થવાની આગાહી છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વલસાડ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. આ સાથે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. આગામી બે દિવસ એટલે કે, 29 અને 30મી તારીખે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29મી જૂનના રોજ ભરૂચ, સુરત, નવસારી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ વરસવાની આગાહી છે. જ્યારે 30 જૂને ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિદ્વારકામાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે પાંચમી જુલાઇ સુધીમાં રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની સવારી પહોંચી જશે.રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજય અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામા આવી છે. આગાહી પ્રમાણે તારીખ પહેલી જુલાઇ સુધી રાજ્યમાં પવન સાથે અતિ ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે સમુદ્રમાં ડિપ્રેસનના કારણે પવનની ગતિ વધી શકે છે. ત્યારે અમરેલી જીલ્લાના દરિયા કાંઠે તંત્ર સતર્ક થયું છે. જાફરાબાદ લાઈટ હાઉસ વિસ્તારમાં 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને દરિયાઈ બેલ્ટ વિસ્તારમાં માછીમારોને માછીમારી ન કરવા સૂચના આપી છે. અત્યારે દરિયામાં નોર્મલ કરંટ જોવા મળી રહ્યો છે. 3 નંબરનું સિગ્નલ લગાવી સમગ્ર દરિયા કાંઠે ચેતવણી આપી છે.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here