રથયાત્રા રૂટ પર રિહર્સલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યું ફૂટ પેટ્રોલિંગ

0
4
તમામ વ્યવસ્થાઓના રિહર્સલ સ્વરૂપે યાત્રાના રૂટ પર આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું છે
તમામ વ્યવસ્થાઓના રિહર્સલ સ્વરૂપે યાત્રાના રૂટ પર આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું છે

અમદાવાદ :  ભગવાન જગન્નાથજીની રથયાત્રા સમગ્ર અમદાવાદ માટે ઐતિહાસિક ક્ષણ હોય છે. વર્ષોથી યોજાતી આ રથયાત્રા અમદાવાદ જ નહિ પરંતુ સમગ્ર ગુજરાત માટે આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બની રહે છે. આ યાત્રામાં દેશ વિદેશના અનેક શ્રદ્ધાળુઓ ભાવપૂર્વક જોડાય છે. જગન્નાથ મંદિર ઓડિશા બાદ ભારતમાં સૌથી મોટી યાત્રા અમદાવાદ ખાતે આયોજિત થાય છે. આ જગન્નાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થા પણ ખૂબ ગંભીર વિષય છે.આ સમગ્ર યાત્રાની સુરક્ષા સુચારું રીતે થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની ખાસ કાળજી પોલીસ તંત્ર અને ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી  હર્ષ સંઘવી લઈ રહ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે અને મંદિરના વ્યવસ્થાપન સમિતિ સાથે અનેક બેઠકો યોજી છે.પોલીસ સાથે સી.આર.પી. એફ., બી.એસ. એફ. ઉપરાંત બોડી વોરન કેમેરા અને ડ્રોન દ્વારા સમગ્ર યાત્રા પર બાજ નજર રાખવામાં આવશે.રૂટ પર સુરક્ષાને લઈ કોઈ તૃટી જશે તો દૂર કરાશે. તેમજ ગૃહમંત્રીનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું છે.તેમજ ગુજરાતના ગૌરવ સમાન અષાઢી બીજની ભગવાન જગન્નાથજીની યાત્રા હર્ષોલ્લાસ સાથે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ બન્યું છે.આ તમામ વ્યવસ્થાઓના રિહર્સલ સ્વરૂપે યાત્રાના રૂટ પર આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું છે..ગૃહમંત્રીનું આ પગલું લોકોમાં યાત્રાની સુરક્ષા બાબતનો વિશ્વાસ વધુ મજબૂત કરી રહ્યા છે.આજે રથયાત્રાના રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું છે.નિજ મંદિરથી સરપુર અને સરપુરથી નિજ મંદિર સુધી રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે.અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ચાલીને રૂટ નિરીક્ષણ કર્યું.