સુરતમાં સરકારી નોકરી માટે થઈ પડાપડી, હોમગાર્ડ બનવા મોટી સંખ્યામાં બેરોજગાર યુવકો પહોંચ્યા

0
19
સુરતમાં હોમગાર્ડ બનવા બેરોજગાર યુવાનોનો મેળો જામ્યો છે. દિવસે 300ના પગાર માટે ગ્રેજ્યુએટ યુવાનો સવારથી જ ફોર્મ લેવા માટે લાઈનમાં ઉભા રહ્યાં છે. 120 ગ્રેજ્યુએટ સહિત 600 યુવકો ફોર્મ લઈ ગયા ગયા છે.
સુરતમાં હોમગાર્ડ બનવા બેરોજગાર યુવાનોનો મેળો જામ્યો છે. દિવસે 300ના પગાર માટે ગ્રેજ્યુએટ યુવાનો સવારથી જ ફોર્મ લેવા માટે લાઈનમાં ઉભા રહ્યાં છે. 120 ગ્રેજ્યુએટ સહિત 600 યુવકો ફોર્મ લઈ ગયા ગયા છે.

સુરતમાં હોમગાર્ડ (government job) બનવા બેરોજગાર યુવાનોનો મેળો જામ્યો છે. દિવસે 300ના પગાર માટે ગ્રેજ્યુએટ યુવાનો સવારથી જ ફોર્મ લેવા માટે લાઈનમાં ઉભા રહ્યાં છે. 120 ગ્રેજ્યુએટ સહિત 600 યુવકો ફોર્મ લઈ ગયા ગયા છે. તો આજે પણ વહેલી સવારથી ફોર્મ માટે યુવાનોની લાઈનો લાગી છે. ગઈકાલે પ્રથમ દિવસે 760 યુવાનો ફોર્મ લઈ ગયા છે. 

સુરત શહેરમાં 900 અને જિલ્લામાં 180 હોમગાર્ડની ભરતી થવાની છે. જેના માટે હાલ સુરતના અલગ અલગ ઝોનમાં સેન્ટરો શરૂ કરી ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સુરત ગ્રામ્ય દ્વારા શુક્ર અને શનિવાર એમ બે દિવસનો ભરતી કેમ્પ રાખ્યો છે. જેમાં સવારે 11 થી બપોરે 3 સુધી ફોર્મ વિતરણ કરાઈ રહ્યું છે. જેમાં મોટી સંખ્યામાં યુવાનો ફોર્મ લેવા માટે ઉમટી રહ્યા છે. હોમ ગાર્ડની ભરતી માટે ધોરણ 10 પાસની લાયકાત રાખવામાં આવી છે. તો ઉંમર બાધ 18 થી 50 વર્ષની રાખવામાં આવી છે. પહેલા દિવસે મોટી સંખ્યામાં ફોર્મ ઉપડ્યા છે. તો આજે બીજા દિવસે પણ મોટી સંખ્યામાં ફોર્મ ઉપાડાય તેવી ભીડ જોઈને શક્યતા દેખાઈ રહી છે. 

ક્યાં ક્યાં મળી રહ્યાં છે ફોર્મ 

  • SMC પાર્ટી પ્લોટ, ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં
  • ભાણકી સ્ટેડિયમ, મોરાભાગળ
  • ગજાનન કોમ્પલેક્સ, સચિન
  • પુરવઠા ઝોનલ કચેરીની ઉપર, અમરોલી ગામ
  • ન.પ્રા. સ્કૂલ, ઝરેવચંદ ગાર્ડન પાછળ, મિનીબજાર{ SMC પાર્ટી પ્લોટ, ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં
  • ભાણકી સ્ટેડિયમ, મોરાભાગળ
  • ગજાનન કોમ્પલેક્સ, સચિન
  • પુરવઠા ઝોનલ કચેરીની ઉપર, અમરોલી ગામ
  • ન.પ્રા. સ્કૂલ, ઝરેવચંદ ગાર્ડન પાછળ, મિનીબજાર