CM વિજય રૂપાણીએ કર્યા સોમનાથ દાદાના દર્શન, મહામારીની ત્રીજી લહેર ન આવે તે માટે કરી પ્રાર્થના

0
6
સોમનાથના સાનિધ્યમાં મુખ્યમંત્રીએ કોરોના મહામારીની ત્રીજી લહેર ન આવે તેના માટે પ્રાર્થના કરી. તેમજ સૌના સુખાકારી આરોગ્ય માટે પણ પ્રાર્થના કરી. ગુજરાત પર સોમનાથ દાદાની કૃપા બની રહે અને તેમના આશિષથી વિકાસ અને પ્રગતિ થતી રહે તેવી પ્રાર્થના ભગવાન સોમનાથ ના ચરણોમાં કરી હતી.
સોમનાથના સાનિધ્યમાં મુખ્યમંત્રીએ કોરોના મહામારીની ત્રીજી લહેર ન આવે તેના માટે પ્રાર્થના કરી. તેમજ સૌના સુખાકારી આરોગ્ય માટે પણ પ્રાર્થના કરી. ગુજરાત પર સોમનાથ દાદાની કૃપા બની રહે અને તેમના આશિષથી વિકાસ અને પ્રગતિ થતી રહે તેવી પ્રાર્થના ભગવાન સોમનાથ ના ચરણોમાં કરી હતી.

ગુજરાત: રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલમાં ગુજરાતના ગીર સોમનાથના પ્રવાસે છે. તેઓ ગીર સોમનાથમાં ઘણા કાર્યક્રામ અને બેઠક યોજી રહ્યા છે. અલગ આલગ કામને લઈને બેઠકો ઉપરાંત વિજય રૂપાણીએ રવિવારે સવારે ભગવાન સોમનાથ સામે શીશ ઝુકાવ્યું હતું .મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીએ દ્વાદશ જ્યોર્તિલિંગમાં પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન કર્યા, ઉપરાંત તેની તસ્વીરો ટ્વીટર પર પણ શેર કરી હતી. રવિવારના રોજ એટલે કે આજના દિવસે CM એ ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતો.સોમનાથના સાનિધ્યમાં મુખ્યમંત્રીએ કોરોના મહામારીની ત્રીજી લહેર ન આવે તેના માટે પ્રાર્થના કરી. તેમજ સૌના સુખાકારી આરોગ્ય માટે પણ પ્રાર્થના કરી. ગુજરાત પર સોમનાથ દાદાની કૃપા બની રહે અને તેમના આશિષથી વિકાસ અને પ્રગતિ થતી રહે તેવી પ્રાર્થના ભગવાન સોમનાથ ના ચરણોમાં કરી હતી.તમને જણાવી દઈએ કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે વેરાવળ પાટણ નગરપાલિકા વિસ્તારના બે લાખ જેટલા શહેરી જનોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રૂપિયા પ.૬૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ 53૩ એમ.એલ.ડી કેપેસીટીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતુંઆ પ્લાન્ટ આગામી 25 વર્ષ સુધી વસ્તીને પાણી પૂરું પાડવાની ક્ષમતાના આયોજન સાથે નિર્માણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાતના સીએમ રૂપાણીએ વેરાવળ પાટણ સંયુક્ત 10.26 કરોડના ખર્ચે નગરપાલિકા વિસ્તારમાં જુદા જુદા વિસ્તારો માટે સ્ટ્રોમ વોટર ડ્રેઈન અને પંદર જેટલા સ્થળોએ ફુટપાથ સહિત વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના કામોના ખાતમુહર્ત સાથે એકંદરે કુલ રૂપિયા ૧૬ કરોડના લોકાર્પણ કર્યા હતા.