India Post Recruitment 2021 : ધોરણ 10 પાસ ઉમેદવારો માટે ઇન્ડિયા પોસ્ટમાં નોકરીની મોટી તક છે. ઉત્તરાખંડ પોસ્ટલ સર્કલમાં ગ્રામિણ ડાક સેવકની 581 જગ્યાઓ પર ભરતી થવાની છે. આ અંતર્ગત ગ્રામીણ ડાક સેવક, શાખા પોસ્ટ માસ્ટર, મદદનીશ શાખા પોસ્ટ માસ્ટર, ડાક સેવકની જગ્યાઓ ભરવામાં આવશે.આ જગ્યાઓ પર ભરતી માટે કોઈ લેખિત પરીક્ષા (Written Test) લેવામાં આવશે નહીં. તેમજ ઉમેદવારોની પસંદગી ધોરણ 10ના મેરિટના (Merit) આધારે કરવામાં આવશે. હાલમાં ભરતી પ્રક્રિયા ઓનલાઈન ચાલી રહી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 22 સપ્ટેમ્બર છે. રસ ધરાવતા ઉમેદવારો appost.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.ઉત્તરાખંડમાં ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ પર કુલ 581 પોસ્ટ્સની ભરતી બહાર પાડવામાં આવી છે. જેમાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 317 બેઠકો નક્કી કરવામાં આવી છે. આ સિવાય EWS કેટેગરી માટે 57 બેઠકો, OBC ઉમેદવારો માટે 78 બેઠકો, SC વર્ગમાં 99 બેઠકો, ST ઉમેદવારો માટે 15 અને H શ્રેણી માટે 15 બેઠકો માટે ભરતી થશે.ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ માટે ઉમેદવારોએ ધોરણ 10 પાસ હોવું ફરજિયાત છે. ઉપરાંત વધુ અભ્યાસ કરતા ઉમેદારોને પણ ધોરણ 10ના મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે. ઉપરાંત ગણિત અને અંગ્રેજી વિષયનું (Subject) જ્ઞાન ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકશે. તેમજ અરજદારની ઉંમર 18 વર્ષથી ઉપર અને 40 વર્ષથી ઓછી નક્કી કરવામાં આવી છે. જેમાં અનામતના દાયરામાં આવતા ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા માટે અરજી કરવા માટે, જનરલ અને ઓબીસી કેટેગરીના (OBC Category) ઉમેદવારોએ અરજી ફી તરીકે 100 રૂપિયા જમા કરાવવાના રહેશે. જ્યારે સમાન SC-ST, PH અને મહિલા ઉમેદવારોએ કોઈ અરજી ફી ચૂકવવાની રહેશે નહીં.