નવી દિલ્લીઃ ભારતીય સેના આર્ટિલરી સેન્ટર, નાસિકે ભારતીય સેના આર્ટિલરી ભરતી 2022 નોટિફિકેશન જાહેર કર્યું છે. યોગ્ય ઉમેદવાર એડીસી, કુક, ફાયરમેન અને અન્ય પદો પર આવેદન કરી શકો છો. ભારતીય સેના આર્ટિલરી સેન્ટરે કુલ 107 જગ્યા માટે આવેદપત્ર મંગાવ્યા છે. અરજી કરવાની છેલ્લી તારીખ 22 જાન્યુઆરી 2022 છે. અરજી કરવા માટે ઉમેદવારોને વેબસાઈટ indianarmy.nic.in પર જવું પડશે. જે ઉમેદવારોએ પહેલા પણ આ પદો માટે આવેદન આપ્યું છે તેમના વર્તમાન જાહેરાત પ્રમાણે એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે. અરજી કરતા પહેલા ઉમેદવાર એપ્લિકેશન ફોર્મને સારી રીતે વાંચી લે. પોતની યોગ્યતાના આઘારીત પદો માટે અરજી કરો. ESM, PHP અને ESM, PHPના પદોનો પણ કુલ પદોની સંખ્યામાં સમાવેશ થાય છે.
Indian Army Artillery Recruitment 2022: મહત્વ પૂર્ણ તારીખો-
અરજી કરવાની છેલ્લી તારીખ- 22 જાન્યુઆરી 2022
પરીક્ષાની તારીખ જાહેર થઈ નથી.
Indian Army Artillery Recruitment 2022: કઈ જગ્યાઓ માટે છે ભરતી-
UR: 52
SC: 8
ST: 7
OBC: 24
EWS: 16
PHP: 6
ESM: 18
MSP: 3
Indian Army Artillery Recruitment 2022: લાયકાત-
આ ખાવી પડેલી જગ્યા માટે અરજી કરનારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. કોઈ પણ માન્યતા પ્રાપ્ત કરી સંસ્થાથી ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા પાસ કરનાર અરજી કરી શકે છે. ઉમેદવારોની પસંદગી પરીક્ષામાં મળેલા માર્કસના આધારે થશે.