Coronavirus: વિશ્વમાં 24 કલાકમાં મળ્યા કોરોનાના 12 લાખ કેસ, USમાં 4.41 લાખ સંક્રમિત

0
13
WHOએ કહ્યું કે અમેરિકા મહાદ્વીપીય ક્ષેત્રમાં નવા કેસ 39 ટકા વધીને લગભગ 14.8 લાખ થઈ ગયા
WHOએ કહ્યું કે અમેરિકા મહાદ્વીપીય ક્ષેત્રમાં નવા કેસ 39 ટકા વધીને લગભગ 14.8 લાખ થઈ ગયા

વોશિંગ્ટન. કોરોના વાયરસનો નવો ઓમિક્રોન વેરિઅન્ટવિશ્વના 120 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. તેના વધતા કેસોને કારણે કોરોના કેસ સતત વધી રહ્યા છે. મંગળવારે વિશ્વમાં કોરોનાના રેકોર્ડ 12.22 લાખ કેસ નોંધાયા હતા. આ દરમિયાન 6,899 લોકોના મોત થયા છે. યુકેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ કેસ નોંધાયા છે. મંગળવારે અહીં 129,471 નવા કોરોના કેસની પુષ્ટિ થઈ છે. તો મંગળવારે અમેરિકામાં 4,41,278 લાખ કોરોના કેસ મળ્યા છે. અહીં કોરોનાથી 1,811 લોકોનું મૃત્યુ થયું છે.WHOએ કહ્યું કે અમેરિકા મહાદ્વીપીય ક્ષેત્રમાં નવા કેસ 39 ટકા વધીને લગભગ 14.8 લાખ થઈ ગયા. એકલા અમેરિકામાં 34 ટકાના વધારા સાથે 11.8 લાખથી વધુ કેસ મળ્યા. CDCના ડેટા અનુસાર મંગળવારે 4,41,278 નવા કેસ સામે આવ્યા. આ પહેલા 20 ડિસેમ્બરે સૌથી વધુ 2.90 લાખ કેસ નોંધાયા હતા. તો સમાચાર એજન્સી રોઇટર્સના અહેવાલ અનુસાર છેલ્લા એક અઠવાડિયાથી યુએસમાં દરરોજ સરેરાશ 2,58,312 કેસ નોંધાઈ રહ્યા છે.યુરોપમાં અત્યાર સુધીમાં સૌથી વધુ નવા કેસ ફ્રાન્સમાં નોંધાયા છે. મંગળવારે અહીં લગભગ 2 લાખ કોરોના સંક્રમિત મળ્યા અને 290 લોકો મૃત્યુ પામ્યા. ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરનના જણાવ્યા અનુસાર જાન્યુઆરીમાં દરરોજ નવા કેસની સંખ્યા 2.5 લાખ સુધી પહોંચી શકે છે. ફ્રાંસની સરકારે કડક વલણ અપનાવતા દેશના તમામ નાઈટક્લબ્સને ત્રણ સપ્તાહ સુધી બંધ રાખવાનો આદેશ જારી કર્યો છે.યુકેમાં મંગળવારે 129,471 નવા કોરોના કેસની પુષ્ટિ થઈ છે અને 143 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં ઓમિક્રોન સંક્રમણને કારણે દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવાનો દર 53%થી પણ વધુ છે. ખાસ કરીને લંડન ઓમિક્રોનથી સૌથી વધુ પ્રભાવિત છે.દક્ષિણ આફ્રિકામાં નવેમ્બરમાં ઓમિક્રોન વેરિઅન્ટ મળ્યા બાદ અમેરિકા સહિત ઘણા દેશોએ આફ્રિકન દેશો પર ટ્રાવેલ બેન લગાવી દીધો હતો. અમેરિકાના પ્રેસીડન્ટ જો બાઈડને મંગળવારે દક્ષિણ આફ્રિકાના આઠ દેશો પરથી ટ્રાવેલ બેન હટાવવાની જાહેરાત કરી છે. અમેરિકાથી આ દેશોની યાત્રા 31 ડિસેમ્બરથી શરૂ થશે. તેમાં દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના, ઝિમ્બાબ્વે, નામિબિયા, લેસોથો, ઇસ્વાતિની, મોઝામ્બિક અને મલાવીનો સમાવેશ થાય છે.