એલઆઈસીના આઈપીઓને ‘સુપરહીટ’ બનાવવા સરકાર લાગી કામે, બદલશે આ નિયમ

0
16
વર્તમાન FDI પૉલિસી પ્રમાણે ઇન્શ્યોરન્સ સેક્ટરમાં 74% સુધી વિદેશી રોકાણની મંજૂરી છે
વર્તમાન FDI પૉલિસી પ્રમાણે ઇન્શ્યોરન્સ સેક્ટરમાં 74% સુધી વિદેશી રોકાણની મંજૂરી છે

મુંબઇ: લાઇફ ઇન્શ્યોરન્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (LIC)ની ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને વધારે સરળ બનાવવવા માટે કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રીએ, FDI પૉલિસીમાં ફેરફાર કરવાની તૈયારી કરી લીધી છે. એક વરિષ્ઠ અધિકારીએ છઠ્ઠી જાન્યુઆરીના રોજ આ માહિતી આપી હતી. ડિપાર્ટમેન્ટ ફૉર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડના સેક્રેટરી અનુરાગ જૈને (Anurag Jain) કહ્યુ કે, ઇન્શ્યોરન્સ પૉલિસી સાથે જોડાયેલી વર્તમાન FDI પૉલિસી LICની ઇસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને સરળ નહીં બનાવે. આ માટે તેમા સંશોધન કે સુધારો કરવાની જરૂર છે.

અનુરાગ જૈને કહ્યુ કે, “અમે FDI પૉલિસીને વધારે સરળ બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. LICનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોવાથી આ પૉલિસીમાં તાત્કાલિક બદલાવની જરૂરિયાત છે. આને ધ્યાનમાં રાખીને અમે સુધારેલી FDI પૉલિસી લાવી રહ્યા છીએ, જે એલઆઈસીની ડિસઇન્વેસ્ટમેન્ટ પ્રક્રિયા વધારે સરળ બનાવશે.” તેમણે વધુમાં જણાવ્યું કે, આ અંગે ડિપાર્ટમેન્ટ ઑફ ફાઇનાન્સિયલ સર્વિસિસ (DFS) અને ડિપાર્ટમેન્ટ ઑફ ઇનવેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક અસેટ મેનેજમેન્ટ (DIPAM) સાથે ચર્ચા કરવામાં આવી રહી છે.

જૈને વધુમાં જણાવ્યુ કે, “અમારા સ્તર પર હજુ સુધી બે વખત ચર્ચા થઈ ચૂકી છે. ત્રણેય વિભાગે આ વાતને લઈને સહમતિ દર્શાવી છે. અમે FDI પૉલિસીમાં જરૂરી ફેરફાર માટે કોન્ટ્રાક્ટ તૈયાર કરવાની પ્રક્રિયામાં છીએ, તેને મંજૂરી માટે મંત્રીમંડળ પાસે મોકલવામાં આવશે.”વર્તમાન FDI પૉલિસી પ્રમાણે ઇન્શ્યોરન્સ સેક્ટરમાં 74% સુધી વિદેશી રોકાણની મંજૂરી છે. જોકે, આ નિયમ એલઆઈસીને લાગૂ નથી પડતો. કારણ કે એલઆઈસીની સ્થાપના સંસદમાં ખરડો પસાર કરીને કરવામાં આવી છે. યૂનિયન કેબિનેટે ગત જુલાઈમાં LIC નો આઈપીઓ લાવવાની મંજૂરી આપી હતી. સરકારની યોજના 31 માર્ચ, 2022 પહેલા એલઆઈસીનો આઈપીઓ લાવવાની છે.