યાદોમાં કેકે: લેડીલવ માટે સેલ્સમેનની જોબ કરી, ફર્સ્ટ પ્રાઇઝમાં 1500 રૂપિયા મળ્યા

0
5
કેકેએ દિલ્હીમાં જ સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી
કેકેએ દિલ્હીમાં જ સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી

53 વર્ષીય બોલિવૂડ સિંગર કેકે (કૃષ્ણ કુમાર કુન્નથ) હવે આ દુનિયામાં નથી. કેકેનું 31 મેના રોજ કોલકાતામાં અવસાન થયું હતું. તેઓ લાઇવ શોમાં પર્ફોર્મ કરતાં હતાં અને પર્ફોર્મન્સ બાદ તેમની તબિયત ખરાબ થઈ હતી. હોસ્પિટલ લઈ જતાં ડૉક્ટર્સે તેમને મૃત ઘોષિત કર્યાં હતાં. કેકેના આકસ્મિક અવસાનથી દેશભરના ચાહકો તથા સેલેબ્સને આઘાત લાગ્યો છે.કેકેનો નવી દિલ્હીમાં મલયાલી પરિવારમાં જન્મ થયો હતો. કેકેએ દિલ્હીની માઉન્ટ સેન્ટ મેરી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ કિરોડીમલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું.કેકેને નાનપણથી ગાવાનો શોખ હતો. કેકેએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બીજા ધોરણમાં ભણતાં ત્યારે પહેલી વાર પર્ફોર્મ કર્યું હતું. સ્કૂલમાં સિંગિંગની ટ્રેનિંગ મળી હતી. તેમને ટીચર્સ પાસેથી જાણવા મળ્યું કે તે સારું ગાય છે. પછી તે બીજી સ્કૂલ્સમાં જઈને પણ પર્ફોર્મ કરતાં હતાં.કેકેને સ્કૂલ હોય કે કોલેજ દરેક વખતે સિંગિંગ કોમ્પ્ટિશનમાં પ્રથમ ઈનામ મળતું હતું. કોલેજમાં તેમને પૈસા પણ મળતા હતા. કિરોડીમલમાં તેમને પહેલી વાર ફર્સ્ટ પ્રાઇઝના 1500 રૂપિયા મળ્યા હતા. તેમણે દૂરદર્શનમાં પણ શો કર્યો હતો. કોલેજમાં ત્રણ રૉક બેન્ડ બનાવ્યા હતા. આ તમામના મ્યૂઝિક અલગ અલગ રહેતા હતા. એકમાં ક્લાસિક રૉક, બીજામાં નિયો રૉક તથા ત્રીજામાં પોપ રૉક હતું. દિલ્હીમાં તેમના ત્રણેય રૉક લોકપ્રિય હતા.કેકેએ દિલ્હીમાંથી જ સિંગિંગ જર્ની શરૂ કરી હતી. ત્યારબાદ મુંબઈ આવ્યા હતા. અહીંયા આવીને UTV માટે પાંચ વર્ષ સુધી અલગ અલગ 11 ભાષાની 3500 જિંગલ્સ ગાઈ હતી. પછી કેકેની મુલાકાત એ આર રહમાન સાથે થી હતી. રહમાને ‘કિલ્લુરી સાલે’ તથા ‘સ્ટ્રોબેરી કન્ને’ જેવી હિટ ગીતો કેકે પાસે ગવડાવ્યા હતા.