
સદના શિયાળુ સત્રના છેલ્લા અઠવાડિયાની શરુઆત સોમવારે (15મી ડિસેમ્બર) હંગામા સાથે થઈ. લોકસભા શરુ થયા પછી સ્પીકર ઓમ બિરલાએ પૂર્વ લોકસભા સાંસદોના નિધન બદલ શોક સંદેશો વાંચ્યા. સંસદ સભ્યોએ તેમના માનમાં મૌન પાળ્યું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કથિત અપમાનને લઈને લોકસભા અને રાજ્યસભા બંનેમાં ભારે હોબાળો થયો હતો. રાજ્યસભામાં, ગૃહના નેતા અને કેન્દીય આરોગ્ય મંત્રી જે. પી નડ્ડાએ સોનિયા ગાંધી પાસેથી માફીની માંગ કરી હતી. રાજ્યસભાની કાર્યવાહી શરુ થયા પછી ગૃહના ફ્લોર પર અનેક કાયદાકીય કાગળો મૂકવામાં આવ્યા. ત્યારબાદ ગૃહના નેતા જે. પી. નડ્ડાએ કોંગ્રેસ પાર્ટીની રેલીમાં કરવામાં આવેલી ટિપ્પણીનો સખત વિરોધ કર્યો. તેમણે કહ્યું, ‘કોંગ્રેસ પાર્ટીની રેલીમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, ‘મોદી, તમારી કબર ખોદવામાં આવશે, આજે નહીં તો કાલે.’ આવા સૂત્રો કોંગ્રેસ પાર્ટીની વિચારસરણી અને માનસિકતાને પ્રતિબિંબિત કરે છે. આ મોટા નેતાઓની હતાશાને પણ પ્રતિબિંબિત કરે છે. વડાપ્રધાન વિરુદ્ધ આવી વાતો કરવી અને તેમના મૃત્યુની ઇચ્છા કરવી ખૂબ જ નિંદનીય છે.’ નોંધનીય છે કે, તેમણે વિપક્ષના નેતા અને કોંગ્રેસ પાર્ટીના નેતા સોનિયા ગાંધીએ આ ઘટના માટે દેશની માફી માંગવી જોઈએ.’


