Sunday, November 17, 2024
HomeBusinessઝવેરીબજારમાં તેજી અટકી: સોનામાં રૂ.200નો તથા ચાંદીમાં રૂ.1000નો ઘટાડો

ઝવેરીબજારમાં તેજી અટકી: સોનામાં રૂ.200નો તથા ચાંદીમાં રૂ.1000નો ઘટાડો

Date:

spot_img

Related stories

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...
spot_img

ઝવેરીબજારમાં આજે  કિંમતી ધાતુઓના ભાવ વધતા અટકી પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યા હતા. ઉંચા મથાળે નવી માગ ધીમી રહેતાં નફારૂપી માનસ વેંચવાનું રહ્યું હતું. વિશ્વબજારના સમાચાર પણ ઉછાળે વેચવાલી બતાવી રહ્યા હતા.વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશદીઠ ૧૮૨૩થી ૧૮૨૪ ડોલર વાળા ઉંચામાં ૧૮૨૯થી ૧૮૩૦ ડોલર થયા પછી ઘટી ૧૮૧૯ ડોલર થઈ ૧૮૨૪થી ૧૮૨૫ ડોલર રહ્યાના સમાચાર હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૨૬.૨૩થી ૨૬.૨૪ ડોલરવાળા ઉંચામાં ૨૬.૩૪થી ૨૬.૩૫ ડોલર થઈ ૨૬.૧૦થી ૨૬.૧૧ ડોલર રહ્યા હતા. વિશ્વબજાર ઉંચેથી નીચી ઉતરતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ પણ નીચી ઉતરી હતી અને તેના પગલે દેશના ઝવેરીબજારમાં આજે તેજીને બ્રેક લાગી હતી તથા ભાવ ઘટયા હતા. દરમિયાન, દેશમાં આયાત થતા સોના- ચાંદીની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારી વધારો કર્યાના સમાચાર હતા.  તેના પગલે દેશમાં આયાત થતા સોના- ચાંદીની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં વૃધ્ધિ થતાં ઝવેરીબજારમાં ઘટાડે બજારને સપોર્ટ પણ મળતો થશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.આવી ટેરીફ વેલ્યુ સોનામાં ૧૦ ગ્રામદીઠ ડોલરમાં ૫૬૬થી વધી ૫૮૭ ડોલર થઈ છે જ્યારે ચાંદીમાં કિલોદીઠ ડોલરમાં ૮૩૬થી વધી ૮૪૭ ડોલર કરવામાં આવી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૪૯૬૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૪૯૮૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ તૂટી રૂ.૭૦૦૦૦ બોલાતા થયા હતા. દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૧૩૩થી ૧૧૩૪ ડોલરવાળા ઉંચામાં ૧૧૪૦થી ૧૧૪૧ ડોલર થઈ ૧૧૨૯થી ૧૧૩૦ ડોલર રહ્યા હતા.જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના ૨૭૮૧થી ૨૭૮૨ ડોલરવાળા ઝડપી આશરે ચાર ટકા તૂટી ૨૭૨૧થી ૨૭૨૨ ડોલર બોલાઈ ગયાના સમાચાર હતા. પેલેડીયમમાં ઉંચે નવી માગ ઘટી છતાં તથા સપ્લાય વધતાં નફારૂપી વેચવાલી વધ્યાના નિર્દેશો વિશ્વબજારમાંથી મળ્યા હતા.વિશ્વબજારમાં આજે કોપરના ભાવ ઘટયા ઘટાડા વચ્ચે ૦.૧૦ ટકા માઈનસમાં રહ્યા હતા જ્યારે ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી આજે આશરે અડધો ટકો વધી આવ્યા હતા. આની અસર પણ વૈશ્વિક સોના- ચાંદી બજાર પર આજે દેખાતી રહી હતી. દરમિયાન, મુંબઈ બજારમાં આજે  સોનાના ભાવ જીએસટી  વગર  ૯૯.૫૦ના રૂ.૪૮૨૩૦ વાળા રૂ.૪૮૦૮૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૪૮૪૨૪ વાળા રૂ.૪૮૨૭૩ બંધ રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ ચાંદીના ભાવ આજે જીએસટી વગર રૂ.૬૯૨૩૩ વાળા રૂ.૬૯૪૦૩ થયા પછી તૂટી રૂ.૬૮૯૧૨ બંધ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વબજારમાં આજે ક્રૂડતેલના ભાવ ઘટયા મથાળેથી અડધો ટકો વધતાં ભાવ બેરલદીઠ ન્યુયોર્ક ક્રૂડના  ૭૨ ડોલર વટાવી ગયા હતા સામે બ્રેન્ટ ક્રૂડના ભાવ વધી ૭૩.૮૦થી ૭૩.૮૫ ડોલર રહ્યા હતા. વિશ્વબજારના સમાચાર મુજબ મોટી ગોલ્ડ માઈનિંગ કંપની બેરીક ગોલ્ડમાં સોનાનું ઉત્પાદન આ વર્ષના બીજા ત્રિમાસીકમાં ૫.૪૦ ટકા જેટલું ઘટયું છે. કંપની અમેરિકા તથા ડોમિનિકા ખાતે ગોલ્ડ માઈન્સ ધરાવે છે.

હજુ એક સપ્તાહ ગરમીથી રાહતની સંભાવના નહિવત્‌

Gujarat Weather update: અમદાવાદમાં આસો માસમાં ભાદરવા જેવી ગરમી...

NDA માં બબાલ! નવાબની ઉમેદવારીથી ભાજપ ભડક્યો, NCPને કહ્યું...

Maharastra Election News 2024 | અજિત પવારની પાર્ટી એનસીપીએ...

પહેલાં આતશબાજી પછી કારના બોનેટ પર ખંજર વડે કાપી...

વડોદરાઃ વડોદરાના ગોત્રી રોડ વિસ્તારમાં કારના બોનેટ પર ખંજર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here