કપાસિયા તેલમાં તેજી : સોયાબીન વાયદામાં તેજીની સર્કીટ

0
31
સરકારે ટેરીફ વેલ્યુ ઘટાડતાં ખાદ્યતેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં થયેલો ઘટાડો: ઈમ્પોર્ટ માટે ડોલરના ભાવ વધારાયા
સરકારે ટેરીફ વેલ્યુ ઘટાડતાં ખાદ્યતેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં થયેલો ઘટાડો: ઈમ્પોર્ટ માટે ડોલરના ભાવ વધારાયા

મુંબઇ : તેલિ-બિયાં બજારમાં આજે  સિંગતેલના ભાવમાં તેજી ધીમી ગતીએ આગળ વધી હતી સામે કપાસીયા તેલના ભાવમાં નવો તીવ્ર ભાવ ઉછાળો જોવા મળ્યો હતો. વિશ્વબજારના પ્રોત્સાહક સમાચારો પાછળ મુંબઈ બજારમાં આજે વિવિધ આયાતી ખાદ્યતેલોના ભાવ પણ હાજર તથા વાયદા બજારમાં ઉછળતા જોવા મળ્યા હતા. સોયબીન વાયદો ઉછળતાં તેમાં આજે ઉંચામાં તેજીની સર્કીટ અમલી બની હતી. મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના વધી રૂ.૧૪૪૦ જ્યારે કપાસીયાતેલના ઉછળી રૂ.૧૪૦૦ પાર કરી રૂ.૧૪૧૫ બોલાયા હતા. મસ્ટર્ડના ભાવ જોકે રૂ.૧૩૩૦ના મથાળે શાંત રહ્યા હતા. દરમિયાન, ઉત્પાદક મથકોએ આજે કોટન વોશ્ડના ભાવ ઉછળી રૂ.૧૩૭૫થી ૧૩૭૮ બોલાયા હતા જ્યારે સિંગતેલના ભાવ મથકોએ રૂ.૧૪૦૦ તથા ૧૫ કિલોના રૂ.૨૨૪૦થી ૨૨૫૦ રહ્યાના સમાચાર હતા.મુંબઈ બજારમાં આજે આયાતી પામતેલના ભાવ વધી રૂ.૧૧૯૫ રહ્યા હતા. આયાતી પામતેલમાં આજે વિવિધ રિફાઈનરીના વેપારો જુલાઈ તથા ઓગસ્ટ ડિલીવરી માટે રૂ.૧૧૯૫ તથા રૂ.૧૧૯૦માં  કુલ આશરે ૪૦૦થી ૫૦૦ ટનના થયા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ વધી રૂ.૧૦૯૦થી ૧૦૯૫ રહ્યા હતા. વાયદા બજારમાં પણ તેજી આગળ વધી હતી.દરમિયાન, કેન્દ્ર સરકારે દેશમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં ઘટાડો કર્યાના સમાચાર મળ્યા છે. ટેરીફ વેલ્યુ ઘટતાં ખાદ્યતેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો થયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દિલ્હીથી મળેલા સમાચાર મુજબ આવી ટેરીફ વેલ્યુ ક્રૂડ પામ ઓઈલ સીપીઓ માટે ૧૦૩૬થી ઘટાડી સરકારે ૧૦૨૯ ડોલર નક્કી કરી છે જ્યારે પામોલીનની ટેરીફ વેલ્યુ ૧૦૬૮ વાળી ૧૦૬૪ ડોલર કરવામાં આવી છે. સોયાતેલની ટેરીફ વેલ્યુ ૧૨૪૬ વાળી ઘટાડી સરકારે ૧૨૨૮ ડોલર કરી છે. સીપીઓની અસરકારક આયાત જકાત ટનદીઠ રૂ.૧૨૯ જેટલી ઘટી છે જ્યારે પામોલીનની રૂ.૮૦ જેટલી નીચી આવી છે સામે સોયાતેલની આવી આયાત જકાતમાં ટનદીઠ રૂ.૪૭૫નો ઘટાડો થયો હોવાનું બજારનાસૂત્રોએ જણાવ્યું હતું.દરમિયાન, સરકારે આયાતકારો માટે ડોલરના કસ્ટમ એક્સચેન્જના દર જોકે રૂ.૭૫.૩૦થી વધારી રૂ.૭૫.૪૦ કર્યાના સમાચાર પણ મળ્યા છે. આવા દર વધતાં દેશમાં આયાત થતા ખાદ્યતેલોની ઈફેકટીવ ડયુટીમાં થયેલો ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.દરમિયાન, ભારતતી વિવિધ ખોળોની કુલ નિકાસ જૂનમાં આશરે ૧૧ ટકા ઘટી છે જ્યારે એપ્રિલથી જૂનના ત્રણ મહિનાના ગાળામાં આવી નિકાસમાં આશરે ૨૭ ટકાની વૃધ્ધિ થઈ હોવાનું સોલવન્ટ એક્સટ્રેકટર્સ એસોસીએશનના સૂત્રોએ જણાવ્યું હતું.