ગ્રીષ્મા હત્યા કેસમાં સરકારી વકીલ ગેરહાજર રહેતા સુનાવણી ટળી, 5મી મેના રોજ આવી શકે છે ચુકાદો

0
6
દોષિતને કોર્ટ શું સજા કરે છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે. લોકો દ્વારા આરોપીને ફાંસીની સજા કરાય તેવી પણ માંગ ઉઠી રહી છે
દોષિતને કોર્ટ શું સજા કરે છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે. લોકો દ્વારા આરોપીને ફાંસીની સજા કરાય તેવી પણ માંગ ઉઠી રહી છે

શહેર સહિત ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બનેલા ગ્રીષ્મા વેકરિયા હત્યાકેસમાં આરોપી ફેનિલ ગોયાણીને આજે સજા સંભળાવવાની હતી. પરંતુ આજે સરકારી વકીલ નયન સુખડવાલા ગેરહાજર રહેતા સુનાવણી ટળી છે. હવે આ કેસમાં 5મેના રોજ કોર્ટ ચુકાદો સંભળાવી શકે છે. નોંધનીય છે કે, 12 ફેબ્રુઆરીએ પાસોદરામાં બનેલી હત્યાની ઘટનામાં આરોપી સામે ડે-ટુ-ડે ટ્રાયલ ચાલી હતી જેમાં સાક્ષીઓ સહિત મેડિકલ અને વિડીયો પુરાવા રજૂ કરીને આરોપીને સખતમાં સખત સજા થાય તેવા પ્રયાસો સરકારી વકીલ નયન સુખડવાલા દ્વારા કરવામાં આવ્યા હતા.સરકારી વકીલ નયન સુખડવાલા ગેરહાજર રહ્યા હતા અને ફેનિલને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો નહોતો જેના કારણે કોર્ટમાં ગ્રીષ્મા હત્યા કેસમાં સજા સંભળાવવા માટે વધુ એક તારીખ પડી છે. એટલે કે હવે હત્યારા ફેનિલ ગોયાણીને 8 દિવસ પછી 5મી મેના રોજ સજા સંભળાવવામાં આવશે. દોષિતને કોર્ટ શું સજા કરે છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે.  લોકો દ્વારા આરોપીને ફાંસીની સજા કરાય તેવી પણ માંગ ઉઠી રહી છે.મહત્ત્વનું છે કે, જજે બંને પક્ષોની દલીલો તથા રજુ કરેલા પુરાવા જોયા બાદ બચાવપક્ષે આરોપીના બચાવવા માટે કરેલી તમામ દલીલોને નકારી કાઢી આરોપીને ઈપીકો-302(હત્યા) 307 હત્યાનો પ્રયાસ, 354(ડી) 342, 504, 506(2) તમામ ગુનામાં દોષી ઠેરવતો હુકમ કર્યો હતો. તો આજે આરોપી ફેનિલને કોર્ટ સજા સંભળાવી શકે તેવી પુરેપુરી શક્યતાઓ હતી. પરંતુ સરકારી વકીલ હાજર ન રહેતા બીજી તારીખ પડી છે.