Saturday, March 7, 2026
HomeSportsકોહલી પહેલા બોલ પર જ આઉટ; ફેન્સ બોલ્યા- બાબર આઝમ તારા કરતા...

કોહલી પહેલા બોલ પર જ આઉટ; ફેન્સ બોલ્યા- બાબર આઝમ તારા કરતા સારો બેટ્સમેન

Date:

spot_img

Related stories

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...
spot_img

ઇંગ્લેન્ડ અને ઈન્ડિયાની ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલી અને એન્ડરસન વચ્ચેની જંગ જોવા માટે ફેન્સ ઘણા સમયથી આતુર હતા. પરંતુ કોહલીએ તમામ ફેન્સની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. કારણ કે ટેસ્ટ મેચનાં બીજા દિવસે વિરાટ કોહલી અને એન્ડરસન વચ્ચેની જંગ માત્ર એક બોલ સુધી જ ચાલી હતી. કોહલીએ જેવી રીતે પહેલા બોલ પર એન્ડરસનને વિકેટ ગિફ્ટ આપી એને જોઇને ઈન્ડિયન ફેન્સ ગુસ્સે થઈ ગયા હતા. બીજા દિવસે 97/0થી ઈન્ડિયન ટીમે સ્કોરબોર્ડ(125/4)માં માત્ર 15 રન ઉમેરી 4 મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં વિરાટ કોહલી પણ શૂન્ય રન કરી પેવેલિયન ભેગો થયો હતો.41મી ઓવરનાં બીજા બોલ પર એન્ડરસને ચેતેશ્વર પુજારાને પેવેલિયન ભેગો કર્યો હતો. પુજારાનાં આઉટ થયા પછી ઈન્ડિયન ટીમ પ્રેશરમાં આવી ગઈ હતી, એવામાં કેપ્ટન કોહલી પાસે મેચ બિલ્ડિંગ નોકની આશા ઈન્ડિયન ફેન્સને હતી. પરંતુ કોહલી પણ એન્ડરસનના પહેલા બોલને કેઝ્યૂઅલ અપ્રોચ સાથે ડિફેન્સ કરવા જતા પેવેલિયન ભેગો થયો હતો.એન્ડરસને પાંચમા સ્ટમ્પની લાઇન પર ગુડ લેન્થ બોલ નાખ્યો હતો. જેને ડિફેન્સિવ અંદાજમાં બ્લોક કરવા જતા વિરાટ કોહલી શૂન્ય રન પર આઉટ થઈ ગયો હતો. આ ઓવરમાં એન્ડરસને પુજારા અને વિરાટ કોહલીની 2 મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી.વિરાટ કોહલી આઉટ થયો એ જોઇને પૂર્વ ઇંગ્લિશ ક્રિકેટર્સ માઇકલ વોન અને ઇયાન બેલ ખુશ થઈ ગયા હતા. એમણે ટ્વીટ કરીને કોહલી પર કટાક્ષ કર્યો હતો. તો બીજી બાજુ ક્રિકેટ ફેન્સ પણ કોહલી પર ગુસ્સે થયા હતા. એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું હતું કે વિરાટ કોહલી કરતા તો બાબર આઝમ સારો બેટ્સમેન છે. વિરાટ કોહલી એકાગ્રતા ગુમાવી બેઠો છે એને પોતાની ગેમ પર ફોકસ કરવાની જરૂર છે. જુઓ સોશિયલ મીડિયા ફેન્સની પ્રતિક્રિયાઓ.

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રીઅમિતભાઈશાહ એ ઇફકો એકમ,...

સહકારિતાની શક્તિ, ટેકનિકલ ઉત્તમતા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી...

‘ટટીરી’ સોન્ગ પર વિવાદ વકરતા સિંગર બાદશાહે હાથ જોડીને...

બોલિવૂડ સિંગર-રેપર બાદશાહ હાલમાં એક મોટા વિવાદમાં ફસાયો છે....

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો નહીં થાય : સરકારી સૂત્રો

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે સમગ્ર દુનિયા તેલ...

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી

વેદાંત ઇન્ટરનેશનલ પ્રી-સ્કૂલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ માતાઓ...

શેર બજારમાં  ઉથલપાથલ : સેન્સેક્સમાં 1600થી વધુ અંકનો ઘટાડો

ખાડી દેશોમાં ભીષણ જંગના હાલત વચ્ચે ભારતીય શેર બજારમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here