Sunday, November 8, 2026
HomeSportsકોહલી પહેલા બોલ પર જ આઉટ; ફેન્સ બોલ્યા- બાબર આઝમ તારા કરતા...

કોહલી પહેલા બોલ પર જ આઉટ; ફેન્સ બોલ્યા- બાબર આઝમ તારા કરતા સારો બેટ્સમેન

Date:

Related stories

ફોર્મ્યુલા 1 નું ભારતમાં પુનરાગમન: F1® સિમ રેસિંગ ઇન્ડિયા...

મુંબઈ, 6 નવેમ્બર: મુંબઈના યુવા રેસર વિહાન જોશીએ પ્રથમ...

ભારતે ADPA@20 સેલિબ્રેશનમાં ભાગ લીધો અને તે સાથે જ...

5 નવેમ્બર, PIB દિલ્હી: વર્ષ 2026 માટે કિમ્બરલી પ્રોસેસ(KP)ની...

ફ્લિપકાર્ટ મિનિટ્સે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન ઓર્ડરમાં 3...

રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો...

ડરનો નવો અધ્યાય: ‘દ્વાન પ્રોડક્શન’ની રહસ્યમય ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર...

· તહેવારોની સિઝનમાં 'કાળીચૌદસ' આવી ચૂકી છે અને બીજી...

અમદાવાદ મંડળ દ્વારા ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન 5.0 હેઠળ...

વયોવૃદ્ધ અને અસ્વસ્થ રેલવે પેન્શનર્સને ઘર પર જ ડિજિટલ...

ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીજી ૧૦૦મા વર્ષમાં!

આજે, ૮મી નવેમ્બરે, શ્રી લાલકૃષ્ણ અડવાણીજી તેમના જીવનના ૧૦૦મા...

ઇંગ્લેન્ડ અને ઈન્ડિયાની ટેસ્ટ સિરીઝમાં વિરાટ કોહલી અને એન્ડરસન વચ્ચેની જંગ જોવા માટે ફેન્સ ઘણા સમયથી આતુર હતા. પરંતુ કોહલીએ તમામ ફેન્સની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. કારણ કે ટેસ્ટ મેચનાં બીજા દિવસે વિરાટ કોહલી અને એન્ડરસન વચ્ચેની જંગ માત્ર એક બોલ સુધી જ ચાલી હતી. કોહલીએ જેવી રીતે પહેલા બોલ પર એન્ડરસનને વિકેટ ગિફ્ટ આપી એને જોઇને ઈન્ડિયન ફેન્સ ગુસ્સે થઈ ગયા હતા. બીજા દિવસે 97/0થી ઈન્ડિયન ટીમે સ્કોરબોર્ડ(125/4)માં માત્ર 15 રન ઉમેરી 4 મહત્ત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં વિરાટ કોહલી પણ શૂન્ય રન કરી પેવેલિયન ભેગો થયો હતો.41મી ઓવરનાં બીજા બોલ પર એન્ડરસને ચેતેશ્વર પુજારાને પેવેલિયન ભેગો કર્યો હતો. પુજારાનાં આઉટ થયા પછી ઈન્ડિયન ટીમ પ્રેશરમાં આવી ગઈ હતી, એવામાં કેપ્ટન કોહલી પાસે મેચ બિલ્ડિંગ નોકની આશા ઈન્ડિયન ફેન્સને હતી. પરંતુ કોહલી પણ એન્ડરસનના પહેલા બોલને કેઝ્યૂઅલ અપ્રોચ સાથે ડિફેન્સ કરવા જતા પેવેલિયન ભેગો થયો હતો.એન્ડરસને પાંચમા સ્ટમ્પની લાઇન પર ગુડ લેન્થ બોલ નાખ્યો હતો. જેને ડિફેન્સિવ અંદાજમાં બ્લોક કરવા જતા વિરાટ કોહલી શૂન્ય રન પર આઉટ થઈ ગયો હતો. આ ઓવરમાં એન્ડરસને પુજારા અને વિરાટ કોહલીની 2 મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી.વિરાટ કોહલી આઉટ થયો એ જોઇને પૂર્વ ઇંગ્લિશ ક્રિકેટર્સ માઇકલ વોન અને ઇયાન બેલ ખુશ થઈ ગયા હતા. એમણે ટ્વીટ કરીને કોહલી પર કટાક્ષ કર્યો હતો. તો બીજી બાજુ ક્રિકેટ ફેન્સ પણ કોહલી પર ગુસ્સે થયા હતા. એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું હતું કે વિરાટ કોહલી કરતા તો બાબર આઝમ સારો બેટ્સમેન છે. વિરાટ કોહલી એકાગ્રતા ગુમાવી બેઠો છે એને પોતાની ગેમ પર ફોકસ કરવાની જરૂર છે. જુઓ સોશિયલ મીડિયા ફેન્સની પ્રતિક્રિયાઓ.

ફોર્મ્યુલા 1 નું ભારતમાં પુનરાગમન: F1® સિમ રેસિંગ ઇન્ડિયા...

મુંબઈ, 6 નવેમ્બર: મુંબઈના યુવા રેસર વિહાન જોશીએ પ્રથમ...

ભારતે ADPA@20 સેલિબ્રેશનમાં ભાગ લીધો અને તે સાથે જ...

5 નવેમ્બર, PIB દિલ્હી: વર્ષ 2026 માટે કિમ્બરલી પ્રોસેસ(KP)ની...

ફ્લિપકાર્ટ મિનિટ્સે ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ દરમિયાન ઓર્ડરમાં 3...

રાષ્ટ્રીય, નવેમ્બર, 2026: ધનતેરસ અને દિવાળીથી લઈને ભાઈબીજની ભેટસોગાદો...

ડરનો નવો અધ્યાય: ‘દ્વાન પ્રોડક્શન’ની રહસ્યમય ફિલ્મ ‘કાળીચૌદસ’નું શાનદાર...

· તહેવારોની સિઝનમાં 'કાળીચૌદસ' આવી ચૂકી છે અને બીજી...

અમદાવાદ મંડળ દ્વારા ડિજિટલ જીવન પ્રમાણપત્ર અભિયાન 5.0 હેઠળ...

વયોવૃદ્ધ અને અસ્વસ્થ રેલવે પેન્શનર્સને ઘર પર જ ડિજિટલ...

ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણીજી ૧૦૦મા વર્ષમાં!

આજે, ૮મી નવેમ્બરે, શ્રી લાલકૃષ્ણ અડવાણીજી તેમના જીવનના ૧૦૦મા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here