Friday, April 4, 2025
HomeSpecialજાણો શા માટે સોમવારને ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે?

જાણો શા માટે સોમવારને ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે?

Date:

spot_img

Related stories

નિહારિકા સિંઘાનિયાએ બેલ્જિયમમાં આંતરરાષ્ટ્રીય ઘોડેસવારી ગોલ્ડ જીત્યો

કૌશલ્ય અને સમર્પણના ઉત્તમ પ્રદર્શનમાં, યુવા ભારતીય વિદ્યાર્થી નિહારિકા...

નવરાત્રીના છઠ્ઠા નોરતે ર્માં કાત્યાયની દેવીની ઉપાસના કરીએ

નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં...

એમસીએક્સ પર કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં રૂ.420ની તેજીઃ મેન્થા...

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી...

‘ફૂલે’ નો શક્તિશાળી ટ્રેલર રિલીઝ: સંઘર્ષ, વિરોધ અને સમાજ...

આગામી ‘ફૂલે’ ફિલ્મ, જે અનંત મહાદેવન દ્વારા દિગ્દર્શિત કરવામાં...

બ્લુ સ્ટારે વધતી માંગને પહોંચી વળવા કોમર્શિયલ રેફ્રિજરેશન સોલ્યુશન્સની...

બ્લુ સ્ટાર લિમિટેડે રેફ્રિજરેશનની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે...

બેકરી ગ્રુપ અને લુમોસ અલ્ટરનેટે રૂ.500 કરોડનું રિયલ્ટી પ્લેટફોર્મ...

અમદાવાદ -લુમોસ ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ સાકાર સિરિઝ હેઠળ રિયલ્ટી...
spot_img

હિન્દુ દેવી દેવતાઓમાં સૌથી શ્રેષ્ઠ ભગવાન શિવને સોમવારનો દિવસ સમર્પિત કરવામાં આવ્યો છે. આ દિવસે ભગવાન શિવની ઉપાસના કરવામાં આવે છે અને તેમની પાસેથી શુભ આશિષ પ્રાપ્ત કરવામાં આવે છે. સૃષ્ટિની રક્ષા માટે વિષ પાન કરનારા ભગવાન ભોલેનાથ પોતાના ભક્તોની દરેક મનોકામના ખૂબ જ જલ્દી પૂરી કરે છે. ભગવાન શિવને મનાવવા અત્યંત સરળ છે. તેમની ઉપાસના માટે સોમવાર (Monday) સિવાય તિથિઓમાં ત્રયોદશી અને ચતુર્દશી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સોમવાર, ત્રયોદશી તિથિ અને પ્રદોષ, આ ત્રણનું પ્રતીક ત્રિદલ, ત્રિપત્ર બિલીપત્ર છે. માન્યતા અનુસાર ભગવાન શિવને ચંદ્રમા (Moon) ખૂબ જ પ્રિય છે. એટલા માટે તેઓ મસ્તક પર ચંદ્ર ધારણ કરે છે. ચંદ્ર મનનો કારક છે અને માનસિક શાંતિ પણ પ્રદાન કરે છે. જાણો સોમવારનો ભગવાન શિવ સાથે શું સંબંધ છે.મનુષ્યનું મન બહુ ચંચળ હોય છે. એક ક્ષણમાં તે અહીં તો બીજી ક્ષણે ત્યાં પહોંચી જાય છે. કહેવાય છે કે ચંદ્ર મનને નિયંત્રિત કરે છે. વિષ પીનાર ભગવાન ભોલેનાથે શીતળતા માટે મસ્તક પર ચંદ્રમા ધારણ કર્યો છે. કહેવાય છે કે ઘોડા જેવી ગતિ ધરાવતા ચંચળ મનને સોમવારે ભગવાન શિવની પૂજા કરીને નિયંત્રિત કરી શકાય છે.સોમવારે ભગવાન શિવની પૂજા કરવાથી મનમાં શુભ વિચાર સાથે શાંતિ મળે છે. સોમવાર, ત્રયોદશી તિથિ અને પ્રદોષ, આ ત્રણનું પ્રતીક ત્રિદલ, બિલીપત્ર છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવારે રાખવામાં આવતા વ્રતને સોમેશ્વર કહેવામાં આવે છે. સોમેશ્વર શબ્દના બે અર્થ નીકળે છે. પહેલો ચંદ્ર અને બીજો તે દેવ જેને સોમદેવ પણ પોતાના દેવ માને છે એટલે કે ભગવાન શિવ. પૌરાણિક માન્યતા અનુસાર ચંદ્રદેવ સોમવારના દિવસે જ ભગવાન શિવની પૂજા કરતા હતા. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી તેમને નિરોગી કાયા મળી. ભક્તો દ્વારા સોમવારના દિવસે ભગવાન શિવની પૂજા કરવાનો તાત્પર્ય એ પણ છે કે તેનાથી ચંદ્ર દેવ પણ પ્રસન્ન થાય છે.બીજા કારણ અનુસાર સોમનો અર્થ સૌમ્ય પણ થાય છે અને ભગવાન શિવ શાંત સ્વભાવના દેવતા છે. તેમનો સ્વભાવ સહજ અને સરળ હોવાને કારણે તેમને ભોલેનાથ પણ કહેવામાં આવે છે. એટલે પણ સોમવારને શિવનો દિવસ માનવામાં આવે છે. તો સોમમાં ॐ છે અને ભગવાન ભોલેનાથને ॐ સ્વરૂપ પણ માનવામાં આવે છે.

નિહારિકા સિંઘાનિયાએ બેલ્જિયમમાં આંતરરાષ્ટ્રીય ઘોડેસવારી ગોલ્ડ જીત્યો

કૌશલ્ય અને સમર્પણના ઉત્તમ પ્રદર્શનમાં, યુવા ભારતીય વિદ્યાર્થી નિહારિકા...

નવરાત્રીના છઠ્ઠા નોરતે ર્માં કાત્યાયની દેવીની ઉપાસના કરીએ

નવરાત્રીના નવ દિવસો દરમ્યાન નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં...

એમસીએક્સ પર કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં રૂ.420ની તેજીઃ મેન્થા...

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી...

‘ફૂલે’ નો શક્તિશાળી ટ્રેલર રિલીઝ: સંઘર્ષ, વિરોધ અને સમાજ...

આગામી ‘ફૂલે’ ફિલ્મ, જે અનંત મહાદેવન દ્વારા દિગ્દર્શિત કરવામાં...

બ્લુ સ્ટારે વધતી માંગને પહોંચી વળવા કોમર્શિયલ રેફ્રિજરેશન સોલ્યુશન્સની...

બ્લુ સ્ટાર લિમિટેડે રેફ્રિજરેશનની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે...

બેકરી ગ્રુપ અને લુમોસ અલ્ટરનેટે રૂ.500 કરોડનું રિયલ્ટી પ્લેટફોર્મ...

અમદાવાદ -લુમોસ ઓલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ સાકાર સિરિઝ હેઠળ રિયલ્ટી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here