મહિલા દિવસ: સીતા માતાએ જીવનના દરેક સ્તરે જીવનસાથીનો સાથ આપ્યો અને કૈકયીએ ખરાબ સંગતથી બધું જ બરબાદ કરી દીધું

0
10
ગાંધારી પાસેથી બોધપાઠ લઇ શકાય કે બાળકોના ઉછેરમાં નાની બેદરકારી પણ કરવી જોઇએ નહીં, નહીંતર બાળકો ભટકી જાય છે
ગાંધારી પાસેથી બોધપાઠ લઇ શકાય કે બાળકોના ઉછેરમાં નાની બેદરકારી પણ કરવી જોઇએ નહીં, નહીંતર બાળકો ભટકી જાય છે

મંગળવાર, 8 માર્ચ એટલે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. આ અવસરે જાણો ગ્રંથોની સાત એવી મહિલાઓ અંગે જેમની પાસેથી આપણને સુખી જીવનનો બોધપાઠ મળી શકે છે. રામાયણ અને મહાભારત જેવા બધા ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓનું અપમાન કરનાર વ્યક્તિનો નાશ થઇ જાય છે. જે ઘરમાં મહિલાઓનું સન્માન થાય છે, ત્યાં બધા દેવી-દેવતાઓનો વાસ થાય છે. જો કોઇ પરિવારમાં કોઇ મહિલા હોય છે ત્યારે તેની ખરાબ અસર આખા પરિવાર ઉપર થાય છે.રામાયણમાં રાવણે માતા સીતાનું હરણ કર્યું હતું. તેણે સીતાને લંકાની અશોક વાટિકામાં બંધક બનાવી રાખ્યા હતાં. રાવણના આ અધર્મના કારણે જ શ્રીરામજીએ તેના સંપૂર્ણ કુળને નષ્ટ કરી દીધું. રામાયણનો એ જ સંદેશ છે કે જે લોકો મહિલાઓનું અપમાન કરે છે, તેઓ બરબાદ થઇ જાય છે. એટલે મહિલાઓનું સન્માન હંમેશાં કરો.ઉર્મિલા સીતાજીના બહેન હતાં. ઉર્મિલાના લગ્ન લક્ષ્મણ સાથે થયાં હતાં. શ્રીરામ અને સીતા સાથે લક્ષ્મણ પણ વનવાસ ગયાં હતાં. આ કારણે ઉર્મિલાએ પતિ વિના 14 વર્ષ સુધી એક સંન્યાસી જેમ રહેવું પડ્યું હતું. આ ત્યાગના કારણે ઉર્મિલાને પૂજનીય માનવામાં આવે છે.મહાભારતમાં મહારાજ પાંડુના મૃત્યુ પછી કુંતીએ અભાવમાં રહીને પણ પાંચેય પાંડવ પુત્રોને સારા સંસ્કાર આપ્યાં. ધર્મ-અધર્મનું જ્ઞાન આપ્યું. કુંતીના સંસ્કારોના કારણે જ બધા પાંડવ હંમેશાં ધર્મના માર્ગ ઉપર ચાલ્યાં. શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત કરી. જે લોકો ધર્મ પ્રમાણે કામ કરે છે, તેમને ઈશ્વરની કૃપા જરૂર મળે છે.ધૃતરાષ્ટ્રની પત્ની અને દુર્યોધનની માતા ગાંધારીએ પોતાની આંખ ઉપર પટ્ટી બાંધી લીધી હતી. આ કારણે તેમને પોતાના પુત્રોના યોગ્ય-અયોગ્ય કામ દેખાયા નહીં. ગાંધારીનો પ્રતિકાત્મક સંદેશ એવો છે કે જે માતા પુત્ર મોહમાં આંખ ઉપર પટ્ટી બાંધી લે છે અને બાળકોના ખોટા કામને ઇગ્નોર કરે છે, બાળકોને યોગ્ય સંસ્કાર આપતી નથી, તેમના બાળકોનું જીવન બરબાદ થઇ જાય છે.મંદોદરી રાવણના પ્રધાન પટરાણી હતા.તેની ગણના શ્રેષ્ઠ સ્ત્રીઓમાં થાય છે.પોતાના અપ્રતિમ રૂપ અને અલૌકિક ગુણોને લીધે લંકાના રાજા રાવણે તેમને પટરાણી બનાવ્યા હતા.મંદોદરી નૃત્યમાં બહુ કુશળ હતા.તેની ગુણંવતી નારીમાં ગણના એટલા માટે થાય છે કારણ કે રાવણને રામ સાથે યુધ્ધ ન કરવા જણાવ્યુ હતુ સાથે રાવણ સીતાનુ અપહરણ કરીને તેમના લંકામાં લઈ આવ્યા ત્યારે મંદોદરીએ એક સ્ત્રી તરીકે સીતામાતા સાથે ખુબ આત્મીય વ્યવહાર રાખ્યો હતો અને પોતાના પતિના આ કૃત્યને પણ એક પત્નીએ દુષ્કૃત્ય ગણાવી સીતમાતાને રામને સોંપી દેવા રાવણને જણાવ્યુ હતુ કારણ કે તે પોતાના કુળનો નાશ થતો અટકાવવા ઈચ્છતા હતા.રાક્ષસી વૃત્તિના પતિ સાથે રહેવા છત્તા પતિનો આ પ્રભાવ તેમના પર કયારે્ય પડી શક્યો નહતો.