ફાગણ સુદ પક્ષ 3 થી 18 માર્ચ:આ દિવસોમાં મહત્ત્વપૂર્ણ તિથિ-તહેવાર રહેશે, આ વખતે 15ની જગ્યાએ 16 દિવસનું પખવાડિયું રહેશે

0
17
હિંદુ કેલેન્ડરના આ છેલ્લા દિવસો એટલે ફાગણ સુદ પક્ષમાં મહત્ત્વપૂર્ણ વ્રત-ઉપવાસ અને તહેવાર હોય છે
હિંદુ કેલેન્ડરના આ છેલ્લા દિવસો એટલે ફાગણ સુદ પક્ષમાં મહત્ત્વપૂર્ણ વ્રત-ઉપવાસ અને તહેવાર હોય છે

ફાગણ મહિનાનો સુદ પક્ષ 3 થી 18 માર્ચ સુધી રહેશે. આ વખતે આ પખવાડિયું 15ની જગ્યાએ 16 દિવસનું રહેશે. સુદ પક્ષમાં તિથિ વધવું શુભ માનવામાં આવે છે. હિંદુ કેલેન્ડરના આ છેલ્લા દિવસો એટલે ફાગણ સુદ પક્ષમાં મહત્ત્વપૂર્ણ વ્રત-ઉપવાસ અને તહેવાર હોય છે. ફાગણ મહિનાના સુદ પક્ષમાં ભગવાન શ્રીકૃષ્ણની પૂજાનું ખાસ વિધાન છે. આ દિવસોમાં ઠંડા પાણીથી નહાવું લાભદાયી હોય છે. ફાગણ સુદ પક્ષમાં અનાજનો ઉપયોગ ઓછો કરવો જોઈએ અને વધારેમાં વધારે ફળનું સેવન કરવું જોઈએ. તામસિક ભોજન ટાળવું. સુદ પક્ષમાં વસંત ઋતુ હોવાથી રંગીન અને સુંદર કપડા પહેરવા જોઈએ.
ચંદ્રદેવની ઉત્પત્તિ
ફાગણ મહિનાનો સુદ પક્ષ ચંદ્ર દેવની આરાધના માટે સૌથી સારો માનવામાં આવે છે, કેમ કે ગ્રંથો પ્રમાણે ચંદ્રની ઉત્પત્તિ મહર્ષિ અત્રિ અને તેમની પત્ની અનુસૂયાની સંતાન તરીકે ફાગણ મહિનાની પૂર્ણિમાના રોજ થઈ હતી. એટલે ફાગણને ચંદ્રદેવના જન્મનો મહિનો માનવામાં આવે છે.જ્યોતિષ પ્રમાણે ચંદ્રનો દિવસ સોમવાર છે અને તેમને જળ તત્વના દેવ પણ કહેવામાં આવે છે. ચંદ્રનો જન્મ ફાગણ મહિનામાં હોવાના કારણે આ મહિને ચંદ્રની ઉપાસના કરવાનું ખાસ મહત્ત્વ છે. એટલે જ આ મહિનામાં ચંદ્રદેવની ખાસ પૂજા કરવામાં આવે છે. સુદ પક્ષની બીજ તિથિએ ચંદ્રની પૂજા કરવાનું ખાસ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે.
તિથિ-તહેવાર
આ દિવસોમાં એટલે ફાગણ મહિનાના સુદ પક્ષમાં ચોથ તિથિએ ગણેશજીની પૂજા તથા પાંચમના દિવસે ભગવાન શિવના નાગેશ્વર રૂપની પૂજા કરવાનું મહત્ત્વ છે. ફાગણ સુદ પક્ષની નોમ એટલે જાનકી નોમના દિવસે માતા સીતાની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે માતા જાનકીનો જન્મ થયો હતો. એકાદશી તિથિને આમલકી એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. તેના પછીના દિવસે ગોવિંદ બારસ વ્રત કરવામાં આવે છે. આ સપ્તાહ જ હોળીના આઠ દિવસ પહેલાં હોળાષ્ટક શરૂ થઈ જાય છે અને આ દિવસોમાં કોઈપણ પ્રકારનું શુભ કામ કરવામાં આવતું નથી.
હોળાષ્ટક ક્યારથી
આ મહિને 9 તારીખના રોજ સુદ પક્ષની આઠમ તિથિથી હોળાષ્ટક શરૂ થઈ જશે. જે હોળિકા દહન સાથે જ 17 માર્ચના રોજ પૂર્ણ થઈ જશે. હોળાષ્ટક શરૂ થતાં જ માંગલિક કાર્યો અટકી જાય છે. આ 8 દિવસો કોઈપણ પ્રકારના શુભ કામ કરવામાં આવતા નથી. આ દિવસોમાં ભગવાન વિષ્ણુ અને શિવજીની પૂજા કરવાથી અશુભ ઘટના બનતી નથી.