‘લાલ સિંહ ચઢ્ઢા’ ફરી એકવાર વિવાદમાં:ફિલ્મમાં સેનાનું અપમાન અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ, ફરિયાદ દાખલ

0
9
વકીલ વિનીત જિન્દલે દિલ્હી પોલીસમાં ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, ફિલ્મમાં ઘણાં આપત્તીજનક સીન છે.
લાલ સિંહ ચઢ્ઢામાં બતાવવામાં આવ્યું છે કે, માનસિક રીતે વિકલાંગ વ્યક્તિને સેનામાં જોડાઈ છે અને તેને કારગિલ યુદ્ધ લડવાની પરવાનગી પણ આપવામાં આવી હતી.

મુંબઈ : આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ 11 ઓગસ્ટ રિલીઝ થઇ છે. આમ છતાં પણ ફિલ્મોને લઈને વિવાદો ચાલુ જ છે. આ ફિલ્મને લઈને દિલ્હીના એક વકીલે દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરા પાસે આમિર ખાન, પેરેમાઉન્ટ પિક્ચર્સ અને અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ કરી છે. વકીલે આરોપ લગાવ્યો છે કે, આમિર ખાને ‘લાલ સિંહ ચઢ્ઢા’માં ભારતીય સેનાનું અપમાન અને હિન્દૂ સમાજની ભાવનાઓને ઠેસ પહોંચી છે. વકીલ વિનીત જિન્દલે દિલ્હી પોલીસમાં ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, ફિલ્મમાં ઘણાં આપત્તીજનક સીન છે. તેથી આમિર ખાન, પેરામાઉન્ટ પિક્ચર્સ અને ફિલ્મ નિર્દેશક અદ્વૈત ચંદન વિરુદ્ધ આઈપીસીની કલમ 153, 153A, 298 અને 505 હેઠળ ફરિયાદ નોંધવાની માગ કરવામાં આવી છે. લાલ સિંહ ચઢ્ઢામાં બતાવવામાં આવ્યું છે કે, માનસિક રીતે વિકલાંગ વ્યક્તિને સેનામાં જોડાઈ છે અને તેને કારગિલ યુદ્ધ લડવાની પરવાનગી પણ આપવામાં આવી હતી. જિંદાલે પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે એ બધા જાણે છે કે સેનામાં શ્રેષ્ઠ સૈનિકોની પસંદગી કરવામાં આવે છે અને તેમને જ યુદ્ધમાં લડવા માટે મોકલવામાં આવે છે. આ ફિલ્મમાં મેકર્સે જાણી જોઈને ભારતીય સેનાને બદનામ કરવા માટે આ સીન દર્શાવ્યો છે.જિંદાલે કહ્યું કે ફિલ્મમાં એક અન્ય સીન છે, જેમાં પાકિસ્તાની આર્મીનો જવાન લાલને કહે છે, મારે નમાજ પઢવી છે, લાલ, તમે આ કેમ નથી કરતા? જવાબમાં લાલ કહે છે કે માતાએ કહ્યું કે આ બધી પૂજા મેલેરિયા છે. જેના કારણે રમખાણો થાય છે. જિંદાલે પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય બંધારણ દરેક નાગરિકને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે, પરંતુ તેનો દુરુપયોગ કરવો તે વાત ખોટી છે. આ બોલચાલ દેશના સન્માન અને સંવાદિતાને જોખમમાં મૂકે છે અને ધર્મના આધારે નાગરિકોને ઉશ્કેરે છે. તેને ગંભીર અપરાધ પણ તરીકે ગણવામાં આવે છે. લાલ સિંહ ચઢ્ઢાએ બોક્સઓફિસ પર નિરાશાજનક બિઝનેસ સાથે ઓપનિંગ કર્યું હતું. પહેલા દિવસે તેણે માત્ર ₹10-11 કરોડની આસપાસ જ કમાણી કરી છે. આ ફિલ્મ સામે ઉત્તરપ્રદેશ સહિત ભારતનાં કેટલાક ભાગોમાં પણ લાગણીઓને ઠેંસ પહોંચાડવાનાં આરોપસર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. અગાઉ આમિરે જ કહ્યું હતું, કે જ્યારે લોકો માને છે કે તેને પોતાનો દેશ પસંદ નથી ત્યારે તે દુઃખી થાય છે. તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતાં તેમણે ઉમેર્યું હતું કે, ‘એવું નથી.’ ફિલ્મનાં પ્રમોશન દરમિયાન તેણે લોકોને વિનંતી કરી હતી, કે તે તેમની ફિલ્મ બોયકોટ ન કરે.