
પિથૌરાગઢના ઝુલાઘાટમા ભારતીય સરહદ નજીક નેપાળ બૈતડીમાં ગુરૂવારે મોડી રાતે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો. દુર્ઘટનામાં 13 જાનૈયાઓનાં મૃત્યું નીપજ્યા છે, જ્યારે 34 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં અનેક લોકોની હાલત ગંભીર જણાવાઈ રહી છે. મૃત્યુઆંક વધવાની પણ આશંકા છે. એવું જણાવાઈ રહ્યું છે દુર્ઘટનાગ્રસ્ત બસ જાનૈયાઓને લઈને બેતડીથી બજાંગ જઈ રહી હતી. ગુરુવારે મોડી રાત્રે, બૈતડીના પુરચુંણી નગરપાલિકા 7 ભવને ગામથી દુલ્હનને લઈને બજાંગના સુનકુડા જઈ રહેલી એક બસ પુરચૂંણીના બડગાંવ વળાંક પર બેકાબુ થઈને આશરે 150 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા છે, જ્યારે 34 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્તોન તાત્કાલિક બચાવ્યા અને તેમને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘણા ઘાયલોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.બૈતડી જિલ્લા પોલીસ કાર્યાલયના પોલીસ પ્રવક્તા ઇન્સ્પેક્ટર બલદેવ બડુએ આ દુર્ઘટના અંગે જણાવ્યું હતું કે, નેપાળ સશસ્ત્ર પોલીસ દળ, પોલીસ અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા રાત્રે મુસાફરોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. હતું, આ બસ દુર્ઘટનામાં 6 જાનૈયાઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. જ્યારે પાંચ લોકોના મોત દાડેલધુરા હોસ્પિટલમાં અને બેના મોત કોટિલા હોસ્પિટલમાં થયા હતા. અન્ય ઘણા ઈજાગ્રસ્ત લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. દુર્ઘટનામાં બસ ડ્રાઇવરને થોડી ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘાયલ ડ્રાઇવર, ભીમદત્ત મ્યુનિસિપાલિટી 7, કંચનપુરના રહેવાસી, વીરેન્દ્ર બુઢાને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.


