ચાઇનીઝ મોબાઇલ કંપનીઓ પર દેશભરમાં આવકવેરા વિભાગના દરોડા

0
20
આઈટી અધિકારી દિલ્હી, ગુરુગ્રામ, રેવાડી, મુંબઈ અને બેંગ્લુરુમાં એકસાથે તેની સાથે સંકળાયેલી કંપનીઓ પર કાર્યવાહી કરી રહ્યા છે
આઈટી અધિકારી દિલ્હી, ગુરુગ્રામ, રેવાડી, મુંબઈ અને બેંગ્લુરુમાં એકસાથે તેની સાથે સંકળાયેલી કંપનીઓ પર કાર્યવાહી કરી રહ્યા છેઆઈટી અધિકારી દિલ્હી, ગુરુગ્રામ, રેવાડી, મુંબઈ અને બેંગ્લુરુમાં એકસાથે તેની સાથે સંકળાયેલી કંપનીઓ પર કાર્યવાહી કરી રહ્યા છે

આવકવેરા વિભાગે બુધવારે ચીની મોબાઈલ ફોન નિર્માતાઓ સંબંધિત કંપનીઓની ઓફિસો પર દરોડાની કાર્યવાહી કરી હતી. મોબાઈલ કંપની ઓપ્પો, શાઓમી અને વન પ્લસ વિરુદ્ધ ટેક્સ ચોરીના આરોપો અંગે દરોડાની કાર્યવાહી કરાઈ હતી. આઈટી અધિકારી દિલ્હી, ગુરુગ્રામ, રેવાડી, મુંબઈ અને બેંગ્લુરુમાં એકસાથે તેની સાથે સંકળાયેલી કંપનીઓ પર કાર્યવાહી કરી રહ્યા છે.

આ ફર્મોના વેપારીઓ અને વિતરણ ભાગીદારોને પણ શોધવામાં આવી રહ્યા છે. એક અહેવાલ અનુસાર ભારતમાં સ્માર્ટફોન બજાર આશરે 2.5 લાખ કરોડ રૂપિયાનું છે. તેમાં 70 ટકા ભાગીદારી ચીની મોબાઈલ કંપનીઓની છે. દેશના આશરે 30 હજાર કરોડ રૂપિયાના ટીવી માર્કેટમાં ચીનની ભાગીદારી આશરે 45 ટકા છે.

નોન સ્માર્ટ ટીવીની ભાગીદારી આશરે 10 ટકા છે.ભારતમાં ચીની સ્માર્ટફોન કંપનીઓનો બિઝનેસકેન્દ્ર સરકારે શિયાળા સત્રમાં જણાવ્યું હતું કે દેશમાં હાલ 80 ચીની કંપનીઓ સક્રિય રીતે બિઝનેસ કરી રહી છે. કુલ 92 ચીની કંપનીઓ દેશમાં રજિસ્ટર્ડ છે.