Sunday, August 30, 2026
HomeAhmedabadશા માટે સારી ઊંઘ આપણા માટે મહત્વપૂર્ણ છે, જાણો તેના ફાયદા

શા માટે સારી ઊંઘ આપણા માટે મહત્વપૂર્ણ છે, જાણો તેના ફાયદા

Date:

Related stories

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

ભારતીય ચા બોર્ડ દ્વારા નેક્સસ અમદાવાદ મોલ ખાતે ‘ઉત્તર-પૂર્વીય...

ભારતની સમૃદ્ધ ચા ની પરંપરા, પ્રાદેશિક વિવિધતા અને ‘ટી...

‘ઝી’ અને ગૂગલ એ લોકપ્રિય ઝી ટીવીના કાલ્પનિક શોમાં...

ઓગસ્ટ 2026: સમગ્ર ભારતમાં સૌથી અર્થપૂર્ણ કહી શકાય તેવા...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

 તંદુરસ્ત જીવન માટે સારી ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમ ખોરાક અને શારીરિક પ્રવૃત્તિ આપણા માટે આવશ્યક છે, તેવી જ રીતે ઊંઘ પણ આપણી જરૂરિયાત છે. તે ઓવરઓલ હેલ્થ માટે અત્યંત આવશ્યક છે.

મેલાટોનિન હોર્મોન ઊંઘ માટે જવાબદાર છે. જ્યારે ખોરાકમાંથી મેળવેલા એમિનો એસિડ ટ્રિપ્ટોફેન રસાયણોનું પ્રમાણ વધે છે, ત્યારે સારી ઊંઘ આવે છે. ટ્રિપ્ટોફેન સ્લીપિંગ હોર્મોન મેલાટોનિનના ઉત્પાદનમાં મદદ કરે છે.

જોકે, કેટલાક વિટામિન્સ અને ખનિજો પણ ઊંઘ મેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સારી ઊંઘ માટે ઝિંક, મેંગેનીઝ, વિટામિન ડી જેવા તત્વો આવશ્યક છે. મુશ્કેલી એ છે કે બદલાતી જીવનશૈલી અને તણાવ ને કારણે આજે મોટાભાગના લોકોની ઊંઘ પર અસર થવા લાગી છે જેની આપણા શરીર પર ખરાબ અસર પડે છે.

મેડિકલ ન્યૂઝ ટુડે રિપોર્ટ મુજબ જો આપણે યોગ્ય રીતે ઊંઘ ન લઈએ તો આપણે ઘણી વસ્તુઓ કરવામાં અસમર્થ છીએ. તે ઘણી વધુ મુશ્કેલીઓનું કારણ બની શકે છે. ચાલો જાણીએ સારી ઊંઘ આપણને કેટલી અસર કરે છે.

ઊંઘના ફાયદા

ફોકસ કરવામાં મદદ કરે છે

ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે ઊંઘનો સીધો સંબંધ મગજના ફંક્શન સાથે છે. જો આપણને સારી ઊંઘ આવે તો કોઈ વસ્તુ પર અમારું ધ્યાન યોગ્ય રહે છે. આપડે ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરી શકીએ છીએ. આનાથી આપણી ઉત્પાદકતા વધે છે. એટલે કે આપણે ઝડપથી વસ્તુઓ કરી શકીએ છીએ. આ ઉપરાંત સારી ઊંઘ આપણી યાદશક્તિ અને જ્ઞાનને પણ વધારે છે.

હૃદયરોગનું ઓછું જોખમ

અમેરિકી સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, જો રાત્રે પૂરતી ઊંઘ હોય તો વ્યક્તિનું બ્લડ પ્રેશર સંતુલિત રહે છે અને હૃદયરોગનું જોખમ ઘણું ઓછું થાય છે. સાથે જ બીજા અનેક રોગોનું જોખમ પણ ઘણું ઓછું થઈ જાય છે.

વજન વધાવાનું જોખમ ઓછું

કેટલાક અભ્યાસોમાં એવું પણ જાણવા મળ્યું છે કે જો તમને સારી ઊંઘ આવે તો વજન વધવાનું જોખમ ઓછું થાય છે. જો કે અત્યારે આ વિષય પર વધુ સંશોધનની જરૂર છે.

રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરુપ

સારી ઊંઘ રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે જે આપણા શરીરને રોગો સામે લડવા માટે સક્ષમ બનાવે છે. અધ્યયનમાં એમ પણ જાણવા મળ્યું છે કે સારી ઊંઘ શરીરને રિપેયર, રિજનરેટ અને રિકવર કરવામાં ઘણી મદદ કરે છે. સારી ઊંઘ રોગપ્રતિકારક શક્તિને વધારે છે. તે શરીરને કોઈપણ પ્રકારના ચેપથી બચાવે છે.

સોજો ઓછો કરે છે

જો તમને રાત્રે સારી ઊંઘ આવે છે, તો કોઈ પણ પ્રકારના ઘાને મટાડવામાં વાર નથી લાગતી. ઊંઘ દરેક પ્રકારની બળતરા ઘટાડવામાં મદદરૂપ થાય છે.

એથ્લીટ્સનું પ્રદર્શન વધુ સારું થાય છે

નેશનલ સ્લીપ ફાઉન્ડેશનના જણાવ્યા અનુસાર, એથ્લીટ્સને વધુ સારા આહાર જેટલી સારી ઊંઘની જરૂર હોય છે. અભ્યાસ મુજબ સામાન્ય પુખ્ત વયના લોકોને 7થી 9 કલાકની ઊંઘની જરૂર હોય છે, ત્યાં એથ્લીટ્સને 10 કલાકની ઊંઘથી ફાયદો મળી શકે છે.

ગ્રીનપ્લાય ગોલ્ડે ‘૧૧ યર્સ ફુલ્લી કવર્ડ+’ પ્લાન સાથે પ્લાયવુડ...

ગ્રીનપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ગ્રીનપ્લાય ગોલ્ડ માટે ૧૧ વર્ષનો ‘ફુલ્લી...

અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડે પોતાના IPO માટે સેબીમાં DRHP...

DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન...

ભારતીય ચા બોર્ડ દ્વારા નેક્સસ અમદાવાદ મોલ ખાતે ‘ઉત્તર-પૂર્વીય...

ભારતની સમૃદ્ધ ચા ની પરંપરા, પ્રાદેશિક વિવિધતા અને ‘ટી...

‘ઝી’ અને ગૂગલ એ લોકપ્રિય ઝી ટીવીના કાલ્પનિક શોમાં...

ઓગસ્ટ 2026: સમગ્ર ભારતમાં સૌથી અર્થપૂર્ણ કહી શકાય તેવા...

વંદે ભારતમ્ શોનું લાઇવ પ્રસારણ થશે : ગૌતમ અદાણીનાં...

• શ્રી ગૌતમ અદાણીની રાષ્ટ્રવ્યાપી પહેલ વંદે ભારતમ્ 29...

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here