રશિયા: રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, અમેરિકા, યુરોપ અને નાટોને પણ રશિયાની તાકાતનો ખ્યાલ આવી ગયો છે. પુતિન અમેરિકન ન્યૂઝ ચેનલ ફોક્સ ન્યૂઝના હોસ્ટ ટ્રકર કાર્લસનને ઈન્ટરવ્યુ આપી રહ્યા હતા. કાર્લસન પશ્ચિમી મીડિયામાં જાણીતો ચહેરો છે. આ ઇન્ટરવ્યુ આપતા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, યુક્રેનમાં રશિયાને હરાવવું અસંભવ છે અને આવી સ્થિતિમાં નાટોએ પણ સ્વીકારવું જોઈએ કે યુક્રેન પર રશિયાનો કબજો છે. અમેરિકા, નાટો અને યુરોપને પણ ખબર પડી ગઈ છે કે, રશિયાની તાકાત શું છે. ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર થયેલા હુમલાનો બચાવ કરતા તેમણે કહ્યું કે, પશ્ચિમી દેશોની મદદથી પણ રશિયાને હરાવી શકાય નહીં.કાર્લસને પોતાના બે કલાકના ઈન્ટરવ્યુ દરમિયાન પુતિનને અનેક પ્રશ્નો પૂછ્યા હતા. જેમાંથી એક સવાલ હતો કે, શું રશિયા પોલેન્ડ અને લાતવિયા પર પણ અટેક કરવાનો પ્લાન બનાવી રહ્યાં છે? મહત્વનું છેકે, પોલેન્ડ અને લાતવિયા પણ નાટોના સભ્ય દેશો છે. આ સવાલના જવાબ પર રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, મને પોલેન્ડ અને લાતવિયામાં કોઈ રસ નથી. માત્ર આ બે દેશો જ નહીં, અન્ય કોઈ દેશમાં અમને કોઈ રસ નથી. શા માટે આપણે હુમલો કરીશું? યુદ્વ એક સ્થિતિમાં જ થઇ શકે છે. જો પોલેન્ડ હુમલો કરશે તો રશિયાએ જવાબ આપવો પડશે. કાર્લસને એક વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટર ઇવાન ગેર્શકોવિચ વિશે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા અને પૂછ્યું હતું કે શું તેને મુક્ત કરી શકાય છે? મહત્વનું છેકે, ઇવાન ગેર્શકોવિચ પત્રકારની જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, જાસૂસીની બાબતને વોલ સ્ટ્રીટ જર્નલે પણ નકારી કાઢી હતી.જેના પર પુતિને કહ્યું કે, આ મામલાને ઉકેલવામાં કોઈ સમસ્યા નથી. અમે આનો ઉકેલ ઈચ્છીએ છીએ અને ખાસ ચેનલ દ્વારા વાતચીત પણ ચાલી રહી છે. ટૂંક સમયમાં ઉકેલ શોધવો જોઈએ. પુતિને કહ્યું કે, અત્યાર સુધી એવુ સાંભળવવામાં આવ્યુ હતુ કે, રશિયાને હરાવવા માટે ઘણા દેશો સાથે મળીને રણનીતિ તૈયાર કરી રહ્યા છે. હવે તેઓને પણ વાસ્તવિકતા ખબર પડી ગઈ છે. ટ્રમ્પના શાસન દરમિયાન પણ અમેરિકા યુક્રેનને ઘણી મદદ કરતું હતું. પુતિને કહ્યું, અમેરિકા વારંવાર કહે છે કે યુદ્ધ બંધ થવું જોઈએ. પરંતુ ખરેખર જો તે યુદ્ધ બંધ કરવા ઈચ્છે છે, તો તેણે પહેલાં તો યુક્રેનને હથિયારો સપ્લાય કરવાનું બંધ કરી દેવુ જોઈએ. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી વિશે વાત કરતા પુતિને કહ્યું, એવું લાગે છે કે, ત્યાં પરિવર્તન થવાનું છે. ટ્રમ્પ અંગે તેમણે કહ્યું કે જો તેઓ રાષ્ટ્રપતિ બને છે તો તેમનામાં 24 કલાકમાં યુદ્ધનો ઉકેલ લાવવાની ક્ષમતા છે.