Saturday, September 26, 2026
HomeWorldટ્રાફિક સમસ્યા અંગે બાર એસોસિએશનના પ્રમુખ અદિશ અગ્રવાલે ચીફ જસ્ટીસને પત્ર લખ્યો

ટ્રાફિક સમસ્યા અંગે બાર એસોસિએશનના પ્રમુખ અદિશ અગ્રવાલે ચીફ જસ્ટીસને પત્ર લખ્યો

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

નવી દિલ્હી: ટેકાના ભાવ માટે કાયદો ઘડવા તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની 10થી વધુ માગણીઓ સાથે ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી છે. આ કારણે દિલ્હી-એનસીઆરમાં ટ્રાફિક સમસ્યા વકરી રહી છે ત્યારે ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડે આ સમસ્યા પર મોટી ટિપ્પણી કરી છે. ચીફ જસ્ટીસે કહ્યું છે કે જો વકીલોને આવવા જવામાં કોઈ સમસ્યા થાય તો મને જણાવશો, અમે જોઈ લઈશું.અગાઉ બાર એસોસિએશનના પ્રમુખ અદિશ અગ્રવાલે ચીફ જસ્ટીસને પત્ર લખીને કહ્યું હતું કે ખેડૂતોના આ આંદોલન સામે સુઓમોટો અરજી દાખલ કરવી જોઈએ. આનાથી સામાન્ય લોકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત આદિશ અગ્રવાલે વિનંતી કરી હતી કે જો વકીલો ટ્રાફિકની સમસ્યાને કારણે કોર્ટમાં સમયસર હાજર ન થઈ શકે તો કોઈપણ સંજોગોમાં નિર્ણય આપવો જોઈએ નહીં. આના પર ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે ‘જો વકીલોને આવવા-જવા પર કોઈ સમસ્યા થાય તો મને જણાવશો, અમે તેને જોઈ લઈશું.’ ઉલ્લેખનીય છે કે બાર તેના પત્રમાં ખેડૂતોને તોફાની ગણાવીને ટ્રાફિક સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.ખેડૂતોના આંદોલનને કારણે દિલ્હીની સરહદોને સીલ કરી દેવામાં આવી છે જ્યારે અનેક રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે તેમજ કેટલાક રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. પંજાબમાં ચંદીગઢ-દિલ્હી હાઈવે પણ સીલ કરી દેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં લોકોને અવર-જવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીની બોર્ડર પર પણ લાંબો ટ્રાફિક જામ છે. લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોએ સરકાર સાથે વાતચીત કર્યા પછી પણ પીછેહઠ કરવાનો ઇનકાર કર્યો છે અને ફતેહગઢ સાહિબથી દિલ્હી સુધી કૂચ કરી છે. ખેડૂતોની કૂચને કારણે હરિયાણા સરકારે કલમ 144 લાગુ કરી દીધી છે. આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. હરિયાણા સરકારના નિર્ણય વિરુદ્ધ પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતોના આંદોલન સામે હરિયાણા સરકાર અને કેન્દ્રના તમામ નિર્ણયો રદ કરવામાં આવે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here