Wednesday, September 16, 2026
Homerajesthanછોટા ઉદેપુરમાં તાંત્રિક વિધિના વહેમમાં પાડોશી મહિલાની હત્યા, કલાકોમાં આરોપી ઝડપાયો

છોટા ઉદેપુરમાં તાંત્રિક વિધિના વહેમમાં પાડોશી મહિલાની હત્યા, કલાકોમાં આરોપી ઝડપાયો

Date:

Related stories

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કંડા ગામેથી અંધશ્રદ્ધા અને શંકા-કુશંકાની ભયાનક પરાકાષ્ઠા સમાન એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. તાંત્રિક વિધિના વ્હેમ હેઠળ એક પાડોશીએ જ પોતાના જ ફળિયામાં રહેતી 55 વર્ષીય આધેડ મહિલા પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી તેની ક્રૂર હત્યા નીપજાવી છે. આ સનસનાટીભર્યા હત્યાકાંડથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જો કે, કદવાલ પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપીની અટકાયત કરી આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા

બનાવની વિગત એવી છે કે, કંડા ગામના ઠાકોર ફળિયામાં રહેતા 55 વર્ષીય મીનાબેન વિક્રમસિંહ પરમાર પર મોડી રાત્રે તીક્ષ્ણ હથિયાર વડે હડહડતો હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓ થવાના કારણે મીનાબેનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. લોહીલુહાણ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા જ સ્થાનિકો ભયભીત થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કદવાલ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.વૈજ્ઞાનિક અને ટેકનિકલ પુરાવાના આધારે પાડોશી ઝડપાયો

હત્યાની આ ઘટનામાં કોઈ કડી ન હોવા છતાં કદવાલ પોલીસે આધુનિક પદ્ધતિથી તપાસ શરૂ કરી હતી. પોલીસે વૈજ્ઞાનિક પુરાવાઓ, ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક ખબરીઓ પાસેથી મળેલી ચોક્કસ માહિતીના આધારે ગણતરીના કલાકોમાં જ હત્યા કરનાર આરોપી સુરેન્દ્રસિંહ જુવાનસિંહ પરમાર (ઉ.વ. 45) ને દબોચી લીધો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી અને મૃતક મહિલા એક જ ફળિયામાં પાડોશમાં રહેતા હતા. આરોપી સુરેન્દ્રસિંહને એવો વ્હેમ હતો કે મહિલા તેના પર કોઈ તાંત્રિક વિધિ કે મેલી વિદ્યા કરે છે, જેની અદાવત રાખીને તેણે આ ક્રૂર હત્યાકાંડને અંજામ આપ્યો હતો. હાલ પોલીસે આરોપી સામે કાયદેસરનો ગુનો નોંધીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને આ મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે. પોલીસે ઝડપી ન્યાયિક કાર્યવાહી કરતા ગ્રામજનોમાં પણ રાહતનો શ્વાસ જોવા મળ્યો છે.

બેંક ઓફ બરોડાએ એનું અત્યાધુનિક મોબાઇલ બેંકિંગ પ્લેટફોર્મ, AI-સંચાલિત...

bob વર્લ્ડ 2.0 સંવાદ-આધારિત બેંકિંગ, પર્સનલ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, હાયપર-પર્સનલાઇઝેશન...

રેમન્ડ લિમિટેડની એરોસ્પેસ પેટાકંપનીએ ભારતની અગ્રણી એરોસ્પેસ અને ડિફેન્સ...

આ કાર્યક્રમોમાં પ્રિસિઝન મશીનિંગ,એરોસ્પેસ કાસ્ટિંગ્સ, સ્ટ્રક્ચરલ ઘટકો અને જટિલ...

એશિયન ગેમ્સ 2026 માટે મારવાડી યુનિવર્સિટીના ચાર ખેલાડીઓની ભારતીય...

રાજકોટ, 15 સપ્ટેમ્બર 2026: જાપાનના આઇચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4...

દુબઈ ટુરિઝમમાં ફરી આવી ઝડપ, અરેબિયન ટ્રાવેલ માર્કેટ 2026...

• હોટેલ ક્ષેત્રે મજબૂત પ્રદર્શન કર્યું; DET અને તેના...

“ગૌ – માતૃશક્તિ સંસ્કૃતિ નમો વંદન” કાર્યક્રમ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સીતાવન ગીર ગૌશાળાનો સેવાસંકલ્પ ગુજરાતની...

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here