અવિશ્વાસ પ્રસ્તાવ અમારી મજબૂરી, અમે મણિપુર મુદ્દે ચર્ચા માંગીએ છીએ, PM મોદી મૌન કેમ : લોકસભામાં ગૌરવ ગોગોઈ

0
22
ગૌરવ ગોગોઈના સરકારને મણીપુર મુદે આકરા પ્રશ્નો
શા માટે પીએમ મોદી તરફથી કોઈ શોક કે શાંતિની અપીલ કરવામાં આવી નથી: ગોગોઈ

નવી દિલ્હી : સંસદનું ચોમાસુ સત્ર મણિપુર મુદ્દો, દિલ્હી સર્વિસ બિલ સહિત અનેક મુદ્દાઓને કારણે અત્યાર સુધીમાં હોબાળાની સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. આજથી લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. ગૌરવ ગોગોઈએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર કોંગ્રેસ વતી ચર્ચા શરૂ કરી છે. આ ચર્ચાની શરૂઆતથી જ વિપક્ષે સરકાર આકરા પ્રહારો કરવાની શરૂઆત કરી દીધી છે. ગૌરવ ગોગોઈએ કહ્યું કે, જ્યારે રાહુલ ગાંધી અને વિપક્ષના નેતા મણિપુર ગયા હતા ત્યારે હજુ સુધી ત્યાંની સ્થિતિનો ખ્યાલ લેવા માટે વડાપ્રધાન ત્યાં કેમ નથી ગયા. તેમજ તેઓએ મણિપુર સરકારને કેમ બરખાસ્ત ન કરી તે અંગે પણ પ્રશ્ન કર્યા હતા. તમે ત્રિપુરાની સરકાર બદલી પરંતુ મણિપુરના મુખ્યમંત્રીનું શું? તેમણે કહ્યું, પીએમ મોદીએ સ્વીકારવું પડશે કે તેમની ડબલ એન્જિન સરકાર મણિપુરમાં નિષ્ફળ ગઈ છે. ત્યાં પાંચ હજાર ઘર બળી ગયા. કેમ્પમાં હજારો લોકો રઝળી પડ્યા છે. અને રાજ્યના મુખ્યમંત્રી હોવાના કારણે જે સંવાદ થવો જોઈતો હતો તે આજે પણ થયો નથી. છેલ્લા બે-ત્રણ વર્ષથી તે ઉશ્કેરણીજનક પગલાં લઈ રહ્યો છે.ગૌરવ ગોગોઈએ કહ્યું કે, અન્યાય ક્યાંય પણ થઈ શકે છે. મણિપુર સળગી રહ્યું છે તો તેનો મતલબ ભારત સળગી રહ્યું છે. મણિપુરનું વિભાજન થાય તો ભારતનું પણ તે વિભાજન છે. દેશના વડા હોવાથી વડાપ્રધાને ગૃહમાં આવીને જવાબ આપવો જોઈએ. સંવેદનાઓ વ્યક્ત કરવી જોઈએ. આ અમારી અપેક્ષા હતી. પણ અફસોસ એવું કઈ થઇ શક્યું નહી. વડાપ્રધાને મૌન રહેવાની શપથ લીધી છે અને અવિશ્વાસના પ્રસ્તાવ દ્વારા અમે મોદીજીના મૌનને તોડવાની પ્રતિજ્ઞાનો માર્ગ મળ્યો છે. ગૌરવ ગોગોઈએ સવાલ ઉઠાવ્યો કે, મોદીજીને મણિપુર પર બોલવામાં 80 દિવસ કેમ લાગ્યા? શા માટે પીએમ મોદી તરફથી કોઈ શોક કે શાંતિની અપીલ કરવામાં આવી નથી? ગુજરાતમાં ચૂંટણી પહેલા બે વખત મુખ્યમંત્રી બદલાયા, ઉત્તરાખંડ, ત્રિપુરામાં પણ મુખ્યમંત્રી બદલાયા. પરંતુ મણિપુરના મુખ્યમંત્રીને ખાસ આશીર્વાદ શા માટે?