તેલંગાણામાં આજથી રેવંત રેડ્ડીની સરકાર, ભટ્ટીને ડેપ્યુટી CM બનાવાયા

0
5
શપથ ગ્રહણ સમારોહમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા
તેલંગાણામાં પ્રથમ વખત કોંગ્રેસ 64 બેઠકો જીતીને સરકાર બનાવી
હૈદરાબાદ : દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે જેમાં કોંગ્રેસ તેલંગાણામાં પહેલીવાર સત્તામાં આવી છે અને આજે રેવંત રેડ્ડીએ મુખ્યમંત્રી પદના શપથ (Revanth Reddy took oath as CM) લીધા છે. સીએમ સહિત કુલ 12 મંત્રીઓએ શપથ લીધા છે. કોંગ્રેસના નેતા રેવંત રેડ્ડી તેલંગાણાના નવા મુખ્યમંત્રી બની ગયા છે હૈદરાબાદના એલબી સ્ટેડિયમમાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં તેલંગાણાના રાજ્યપાલ ટી સુંદરરાજને તેમને મુખ્યમંત્રી પદના અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા, ડેપ્યુટી સીએમ ડી શિવકુમાર સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત શપથ ગ્રહણ સમારોહમાં લાખો લોકોએ પણ હાજરી આપી હતી. રેવંત રેડ્ડીએ આ શપથ સમારોહના કાર્યક્રમ માટે સામાન્ય લોકોને પણ આમંત્રણ આપ્યું હતું.તેલંગાણામાં આજથી રેવંત રેડ્ડીની સરકાર બની ગઈ છે. રેવંત રેડ્ડી સહિત કુલ 12 મંત્રીઓએ શપથ લીધા છે. મલ્લુ ભટ્ટી વિક્રમાર્કને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે જ્યારે ગદ્દમ પ્રસાદ કુમારને સ્પીકર બનાવવામાં આવ્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. રેવંત રેડ્ડીની કેબિનેટમાં મંત્રી બનેલા નેતાઓમાં ઉત્તમ કુમાર રેડ્ડી, દામોદર રાજા નરસિમ્હા, કોમાતિરેડ્ડી વેંકટા રેડ્ડી, દુલ્લા શ્રીધર બાબુ, પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી, પૂનમ પ્રબાકર, કોંડા સુરેખાનો સમાવેશ થાય છે.તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને પૂર્ણ બહુમતી મળી છે. આ રાજ્યમાં પ્રથમ વખત કોંગ્રેસ 64 બેઠકો જીતીને સરકાર બનાવી રહી છે, જ્યારે કેસીઆરની પાર્ટી BRSને 39 અને ભાજપને 8 બેઠકો મળી હતી. કોંગ્રેસ હાઈકમાને ગઈકાલે તેલંગાણાના મુખ્યમંત્રી પદ માટે રેવંત રેડ્ડીના નામની જાહેરાત કરી હતી.