Tuesday, September 29, 2026
HomeSportsPBKSમાં એવો તો શું ડખો થયો કે પ્રીતિ ઝિન્ટા પોતાની જ ટીમના...

PBKSમાં એવો તો શું ડખો થયો કે પ્રીતિ ઝિન્ટા પોતાની જ ટીમના સહમાલિક સામે કોર્ટ સુધી પહોંચી ગઈ

Date:

Related stories

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા...

હૃદયરોગ અંગે જાગૃતિ, નિયમિત વ્યાયામ અને પ્રિવેન્ટિવ કાર્ડિયાક કેરને...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

IPL માં Punjab Kings ( PBKS ) ની સહમાલિક અને બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા ( Preity zinta ) હવે ફિલ્મોમાં ખૂબ ઓછી જોવા મળે છે. પણ તેમ છતાં IPL ટીમમાં ભાગીદારીના કારણે સમાચારોમાં નિયમિત રીતે રહે છે. પ્રીતિ ઝિન્ટા ફરીથી એકવાર પંજાબ કિંગ્સના કારણે સમાચારોમાં આવી છે. કારણ કે તે પોતાની જ ટીમના એક સહમાલિકના એક નિર્ણય વિરુદ્ધ ચંડીગઢ હાઇકોર્ટ સુધી પહોંચી ગઈ છે.દેખીતી રીતે કોઈપણ IPL ટીમના કોઈ એક માલિક તો હોતા નથી. એક કરતાં વધારે માલિકો અને એક કંપનીની જેમ તેનું પણ એક બોર્ડ હોય છે. આ બોર્ડના નિયમોનું પાલન પણ તમામ માલિકોએ કરવાનું હોય છે. IPL ટીમ પંજાબ કિંગ્સમાં બૉલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા 23 ટકા ભાગીદારી ધરાવે છે. આ સિવાય નેસ વાડિયા પણ 23 ટકા ભાગીદારી ધરાવે છે. ફ્રેન્ચાઇઝીમાં મોહિત બર્મન 48% જેટલો મોટો હિસ્સો ધરાવે છે. હવે સૂત્રોના જણાવ્યા અનુસાર મોહિત બર્મને પોતાના શેર્સમાંથી 11.5% શેર્સ વેચવા કાઢ્યા છે અને પ્રીતિ ઝિન્ટાએ આ બાબત સામે વાંધો ઉઠાવ્યો છે. કારણ કે નિયમાનુસાર કોઈ થર્ડ પાર્ટીને હિસ્સેદારી વેચતા પહેલા માલિકે સહ માલિકોને એ ખરીદવાની તક આપવી પડતી હોય છે. જો તમામ સહ માલિકો ખરીદીમાં અનિચ્છા દર્શાવે તો જ કોઈ અન્ય પાર્ટીને હિસ્સો વેચી શકાય છે. આ મામલે પ્રીતિ ઝિન્ટાએ ચંડીગઢ હાઇકોર્ટમાં અપીલ કરી હોવાના અહેવાલ સામે આવ્યા છે.પ્રીતિના પક્ષનું એવું કહેવાનું થાય છે કે, ‘બર્મન અંદાજે 48 ટકા જેટલી ભાગીદારી શેરહોલ્ડિંગ્સમાં ધરાવે છે. તે બોર્ડ ઑફ ડિરેક્ટર્સમાં પણ સામેલ છે.’ તેણીએ આર્બીટ્રેશન એન્ડ કોન્સિલીશન એકટ – 1996ના સેકશન 9 પ્રમાણે વચગાળાના પગલાં લઈ બંને પક્ષો વચ્ચેના મતભેદ દૂર કરવા માટેની અરજી ચંડીગઢ હાઇકોર્ટમાં કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ઓડિશાના 40 ફેકલ્ટી સભ્યો માટે ઈડીઆઈઆઈ, અમદાવાદ ખાતે ફેકલ્ટી...

અમદાવાદ: ઓડિશાની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને યુનિવર્સિટીઓના 40 ફેકલ્ટી...

ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું આયોજન

અમદાવાદના ડોલ્ફિન સ્ટુડિયોમાં ત્રીજી સફળ મ્યુઝિક કેમ્પનું સુંદર આયોજન...

GCCI દ્વારા ફિલ્મ્સ ટાસ્કફોર્સ 2026-27 ના ચેરમેન તરીકે જાણીતા...

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા...

ગ્રાહક ચેતના ટ્રસ્ટની પોલીસ અધિકારીઓ સાથેની સંયુક્ત કામગીરીમાં સુરત,...

ગ્રાહક ચેતના ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અને ગુપ્ત...

વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, ગુરુકુલ, અમદાવાદ દ્વારા...

હૃદયરોગ અંગે જાગૃતિ, નિયમિત વ્યાયામ અને પ્રિવેન્ટિવ કાર્ડિયાક કેરને...

અમદાવાદ કેબ વિવાદ: શું મુસાફરોને ‘ભારત ટેક્સી’ની મોનોપોલી (એકાધિકાર)...

Ahmedabad: અમદાવાદના કેબ યુઝર્સ માટે હવે મુખ્ય ચિંતા માત્ર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here