Tuesday, April 22, 2025
HomeBusinessગારમેન્ટ નિકાસકારો પર વૈશ્વિક કંપનીઓનું દબાણ

ગારમેન્ટ નિકાસકારો પર વૈશ્વિક કંપનીઓનું દબાણ

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

મુંબઇ : ભારતના ગારમેન્ટ નિકાસકારો સાથે વૈશ્વિક કંપનીઓ અને ખરીદદારો નવેસરથી ભાવતાલ કરવા માટે દબાણ કરી રહ્યા છે. ડોલર સામે સતત ઘટી રહેલું રૂપિયાનું મૂલ્ય અને કપાસના ભાવમાં નરમાઇનું કારણ આગળ ધરીને વૈશ્વિક એપેરલ કંપનીઓ ભારતીય નિકાસકારોને કોરોના મહામારી પૂર્વેના ભાવે ગારમેન્ટ્સની સપ્લાય કરવા જણાવી રહી છે. અમેરિકામાં અને યુરોપમાં તોળાઈ રહેલા મંદીના પગલે વૈશ્વિક બ્રાન્ડોને ભારતીય નિકાસકારો પર ભાવતાલ મામલે દબાણ કરવાનો મોકો મળ્યો છે. તો બીજી બાજુ ભારતીય નિકાસકારો પણ જાપાન, ઓસ્ટ્રેલિયા અને લેટિન અમેરિકા જેવા અન્ય દેશોમાં નવા એક્સપોર્ટ્સ માર્કેટ શોધવા તરફ ધ્યાન કેન્દ્રીત કરવાનુ શરૂ કર્યું છે. એપેરલ  એક્સપોર્ટ્સ પ્રમોશન કાઉન્સિલ (એઇપીસી)ના ચેરમેન નરેન્દ્ર ગોયેન્કાએ જણાવ્યુ કે, કપાસના ભાવ રૂ. ૧ લાખ પ્રતિ કેન્ડી (૩૬૫ કિગ્રાની એક કેન્ડી)ના ઐતિહાસિક ઉંચા સ્તરેથી લગભગ ૧૫ ટકા જેટલા ઘટી ગયા છે, અને આગામી સમયમાં વધુ ઘટશે. કોટનના ભાવ ઘટવાથી ગ્લોબલ બ્રાન્ડોએ ભાવ મોરચે વાટાઘાટો શરૂ કરી છે અને કોરોના મહામારી પૂર્વેના ભાવે માલ વેચવા દબાણ કરી રહ્યા છે.ડોલર સામે રૂપિયો નબળો પડયો હોવાથી વિદેશી ખરીદદારો કપડાના ભાવ ઘટાડવા માટે સખત સોદાબાજી કરી રહ્યા છે. ડૉલર ઇન્ડેક્સમાં વૃદ્ધિ અને આર્થિક ચિંતાઓને લીધે મંગળવારે યુએસ ડૉલર સામે રૂપિયો નબળો પડીને ૭૯.૬૦ના નવા નીચા તળિયે ઉતરી ગયો હતો.ટેક્સટાઇલ નિકાસકારોનું કહેવુ છે કે, ડોલર સામે ભલે રૂપિયો પડયો હોય પરંતુ વૈશ્વિક કંપનીઓની માંગણી જેટલુ મોટું ડિસ્કાઉન્ટ આપી શકતા નથી કારણ કે કપાસના ભાવ ૨૦૧૯ના સ્તરે આવ્યા નથી. અમે હાલની વેચાણ કિંમતથી મહત્તમ ૧૫% જેટલુ ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. અમેરિકા અને યુરોપમાં મંદીની આશંકા વર્ષ ૨૦૨૩ની ગારમેન્ટ્સના ઓર્ડર અસર કરશે જેનું ઉત્પાદન અને નિકાસ આક્ટોબરથી માર્ચની વચ્ચે કરાય છે. આ વખતે નિકાસ ઓર્ડર ૧૦ ટકા ઘટવાની આશંકા છે, જેની સીધી અસર ચાલુ નાણાંકીય વર્ષના બીજા છમાસિક ગાળામાં દેખાશે. તેનો સીધો અર્થ એ છે કે, નાણાંકીય વર્ષ ૨૦૨૩ માટે ૧૯ અબજ ડોલરની ગારમેન્ટ નિકાસનો લક્ષ્ય ચૂકી જવાશે, ભારતે નાણાંકીય વર્ષ ૨૦૨૨માં ૧૬ અબજ ડોલરના વસ્ત્રોની નિકાસ કરી હતી.  

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here