ખાદ્યતેલોની MRP કંપનીઓ ઘટાડશે તેવી સરકારને આશા

0
6
મધર ડેરીએ સોયાબીન અને રાઇસબ્રાન ઓઈલના ભાવમાં 14 રૂપિયા પ્રતિ લીટર સુધીનો ઘટાડો કર્યો હતો
ભારત તેની ખાદ્યતેલોની 60 ટકા જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે.

નવી દિલ્હી : સરકાર ફુગાવાને કાબુમાં લેવા માટે સતત પ્રયાસો કરી રહી છે જેના ભાગરૂપે ખાદ્યતેલોની એમઆરપીની કિંમતોમાં કંપનીઓ વધુ ભાવ ઘટાડો કરે તેવી સરકારને આશા છે. વૈશ્વિક બજારોમાં ભાવ ઘટાડો થવાનો લાભ ગ્રાહકોને મળે તે માટે રિટેલ ભાવમાં પ્રતિ લિટર રૂ.15 સુધીનો ઘટાડો કરવામાં આવે તેવી આશા દર્શાવી છે.મધર ડેરીએ સોયાબીન અને રાઇસબ્રાન ઓઈલના ભાવમાં 14 રૂપિયા પ્રતિ લીટર સુધીનો ઘટાડો કર્યો હતો. તે આગામી 15-20 દિવસમાં સનફ્લાવરતેલની MRP ઘટવાની અપેક્ષા રાખે છે.ભારત તેની ખાદ્યતેલોની 60 ટકા જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે. ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું કે કેટલીક કંપનીઓ જેમણે તેમની કિંમતોમાં ઘટાડો કર્યો નથી અને જેમની MRP (મહત્તમ છૂટક કિંમત) અન્ય બ્રાન્ડ્સ કરતા વધારે છે તેમને પણ તેમની કિંમતો ઘટાડવાની સલાહ આપવામાં આવી છે. સરકાર દેશમાં ખાદ્યતેલોની કિંમતો અને ઉપલબ્ધતા પર સતત નજર રાખી રહી છે. ખાદ્યતેલો પર ઘટેલા ડ્યૂટી માળખા અને વૈશ્વિક ભાવમાં સતત નોંધપાત્ર ઘટાડોનો લાભ અંતિમ ગ્રાહકોને તરત જ પહોંચાડવો જરૂરી છે. 6 જુલાઈની બેઠકમાં, મંત્રાલયે જણાવ્યું હતું કે ઉત્પાદકો અને રિફાઈનર્સને જાણ કરવામાં આવી હતી કે આયાતી ખાદ્ય તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો એ ખૂબ હકારાત્મક વલણ છે.