Sunday, June 28, 2026
HomeAhmedabadઐતિહાસિક રથયાત્રા દ્વારા ભગવાન મહાવીરના સિદ્ધાંતનો પ્રચાર

ઐતિહાસિક રથયાત્રા દ્વારા ભગવાન મહાવીરના સિદ્ધાંતનો પ્રચાર

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને સમગ્ર દિગમ્બર જૈન સમાજને એક મંચ પર લાવવાના હેતુથી શ્રી ૧૦૦૮ મહાવીર ભગવાન જન્મકલ્યાણક મહોત્સવ સમિતિ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન તારીખ :- ૩૦/૦૩/૨૦૨૬ ને સોમવારના રોજ કુંડલપુરનગરી કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે.

આ રથયાત્રા પુર્વ અને પશ્ચિમ વિસ્તારથી નીકળશે અને ત્યાંથી કુંડલપુરનગરી કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે સવારે ૧૦:૦૦ કલાકે પહોચશે.અને ત્યાં ધર્મસભા યોજાશે અને ૫૦૦૦ થી વધુ જૈન ભક્તો એક સાથે ભેગા થઈને ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક મહા મહોત્સવ મનાવશે.

રથયાત્રા નો રુટ નીચે મુજબ રેહશે.

પૂર્વ વિસ્તારનો રુટ :- સુખરામનગર – રખિયાલ ચાર રસ્તા – સરસપુર ચાર રસ્તા – બાપુનગર ચાર

રસ્તા – ખોડીયારનગર – વિરાટનગર ચાર રસ્તા – સોનીની ચાલી ચાર રસ્તા – રાજેન્દ્રપાર્ક ચાર રસ્તા -રામ રાજયનગર ચાર રસ્તા-સુરેલીયા ચાર રસ્તા-રબારી કોલોની ચાર રસ્તા-સ્વસ્તિક ચાર રસ્તા – હાટકેશ્વર ચાર રાસ્તા – સેવન્થ ડે બ્રીજ – આવકાર હોલ – મંગલેશ્વર મહાદેવ રોડ -સમ્રાટનગર – ઇસનપુર ચાર રસ્તા-જયમાલા ચાર રસ્તા-હીરાભાઈ ટાવર – જવાહર ચોક ચાર રસ્તા – કૃષ્ણબાગ ચાર રસ્તા – પુષ્પકુંજ ચાર રસ્તા-ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે સમાપન.

પશ્ચિમ વિસ્તારનો રુટ :-મહાવીર ફાઉન્ડેશન સી.જી.રોડ – પંચવટી – મહાલક્ષ્મી ચાર રસ્તા -પાલડી ચાર રસ્તા – જમાલપુર બ્રીજ – એસ.ટી.ચાર રસ્તા —ભુલાભાઈ ચાર રસ્તા – ફૂટબોલ ગ્રાઉન્ડ કાંકરિયા ખાતે સમાપન.

પ્રોગ્રામ ની મુખ્ય વિશેષતાઓ

અમદાવાદના ૫૬ મંદિરોથી દિગમ્બર જૈન ભક્તો આ વિશાળ રથયાત્રા માં જોડાશે.જેની કુલ સંખ્યા ૫૦૦૦ થી વધુ રેહશે.
આ રથયાત્રા માં ૪૦ ઓપન જીપ, ૪ ડીજે, ૧૦ ભગવાનની ઝાંખીઓ, ૧૫૦ ફોર વ્હીલર, ૧૨૦૦ થી ૧૩૦૦ ટુવ્હીલર, ૨૦૦૦ થી વધુ ધર્મધજા સાથે ધર્મકીર્તન કરતા ૫૦૦૦ થી વધુ પ્રભુભક્તો નગર પરીભ્રમણ કરીને કુંડલપુરનગરી કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પહોચશે.

એક સાથે ૫૦૦૦ થી વધુ પ્રભુભક્ત સ્વામી વાત્સલ્ય (પ્રસાદી) લેશે.

સંધ્યાકાળે ધાર્મિક નાટ્યપ્રસ્તુતિ
મુનિ શ્રી ૧૦૮ પ્રણતસાગરજી મહારાજ તથા એમના સંઘ સહીતના સાનિધ્યમાં ઉપસ્થિત રેહશે અને વિશેષ આશીર્વાદ આપવામાં આવશે.

આ સાથે આખી દિગમ્બર જૈન સમાજ એકસાથેભેગા થઈને એકમંચ પર ભગવાન મહાવીર જન્મકલ્યાણક મહામહોત્સવ રૂપે મનાવવામાં આવશે.

નોંધ :
ભગવાન મહાવીર જન્મકલ્યાણક મહા મહોત્સવનો આખો કાર્યક્રમ સવારથી લઈને સાંજ સુધી કુંડલપુરનગરી કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે મનાવવામાં આવશે જે દરેક જૈન ભક્તોએ નોધ લેવી. તથા અમદાવાદના બધા મીડિયા મિત્રો ને પણ આ ભગવાન મહાવીર જન્મકલ્યાણક મહા મહોત્સવમાં આવવા હાર્દિક આમંત્રણ છે.

શ્રી ૧૦૦૮ મહાવીર ભગવાન જન્મકલ્યાણક મહોત્સવ સમિતિ,અમદાવાદ

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here