Monday, September 7, 2026
HomeAhmedabadઓપરેશન “રેલ પ્રહરી”: સંવેદનશીલ મામલે તાત્કાલિક કાર્યવાહી

ઓપરેશન “રેલ પ્રહરી”: સંવેદનશીલ મામલે તાત્કાલિક કાર્યવાહી

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના રેલવે સુરક્ષા બળ (આરપીએફ) દ્વારા “ઓપરેશન રેલ પ્રહરી” અંતર્ગત ઉચ્ચ સ્તરની સતર્કતા અને ત્વરિત સમન્વય દ્વારા એક સગીર બાળકીના અપહરણ સંબંધિત ગંભીર પ્રકરણનું સફળતાપૂર્વક ઉકેલ લાવી પીડિતાની સુરક્ષા સુનિશ્ચિત કરી.

ઉલ્લેખનીય છે કે તારીખ 26.03.2026ના રોજ વર્સોવા પોલીસ સ્ટેશન મુંબઈ માં ખાતે અપરાધ સંખ્યા 0325/2026, કલમ 137(2) ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ સગીર બાળકીના અપહરણનો કેસ નોંધાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, અપહરણ કરાયેલ સગીર ને એક યુવાન દ્વારા ટ્રેન સંખ્યા 12480 (સૂર્યનગરી એક્સપ્રેસ) ના જનરલ શ્રેણીના કોચમાં અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહી હતી.

મામલાની સંવેદનશીલતા અને ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરપીએફ અમદાવાદ દ્વારા તાત્કાલિક બહુસ્તરીય દેખરેખ અને સંકલિત કાર્યવાહી શરૂ કરવામાં આવી. સંબંધિત શંકાસ્પદની વિગત અને ફોટોગ્રાફનો તાત્કાલિક પ્રસાર કરી તમામ બીટ સ્ટાફને એલર્ટ કરવામાં આવ્યા તેમજ વાયરલેસ સંચાર માધ્યમો દ્વારા સતત દેખરેખ સુનિશ્ચિત કરવામાં આવી.

ટ્રેનના અમદાવાદ સ્ટેશન પર આગમન બાદ, રેલવે સુરક્ષા દળ, અમદાવાદના નિરીક્ષક શ્રી પ્રવીણ કુમારના માર્ગદર્શન હેઠળ ઉપનિરીક્ષક શ્રી પિયુષ ચૌધરીના નેતૃત્વમાં હેડ કૉન્સ્ટેબલ મહેન્દ્ર સિંહ, મહેશ પરમાર, રાકેશ સિંહ તથા કૉન્સ્ટેબલ પ્રદીપ દ્વારા સુનિયોજિત અને સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું.

અભિયાન દરમિયાન ઉપલબ્ધ વિગતોના આધારે શંકાસ્પદ યુવાન અને સગીર બાળકીની ઓળખ કરી તેમને કાયદેસર કસ્ટડીમાં લેવામાં આવ્યા. ત્યારબાદ કરવામાં આવેલી પૂછપરછમાં સગીર (ઉંમર 16 વર્ષ, રહેવાસી અંધેરી પશ્ચિમ, મુંબઈ) અને આરોપી યુવાન શિવમ (ઉંમર 19 વર્ષ, રહેવાસી રાયબરેલી, ઉત્તર પ્રદેશ) દ્વારા ઘરેથી ભાગી આવ્યાની પુષ્ટિ થઈ.

પ્રકરણમાં કાર્યવાહી સુનિશ્ચિત કરતાં બંનેને આગળની તપાસ માટે જીઆરપી અમદાવાદને સોંપવામાં આવ્યા તથા સંબંધિત વર્સોવા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી.

અમદાવાદના મંડલ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ એ આરપીએફ ટીમની પ્રશંસા કરતાં જણાવ્યું કે તેમની ત્વરિત અને અસરકારક કામગીરીના કારણે સગીરની સુરક્ષા સુનિશ્ચિત થઈ, જે મુસાફરો, ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સુરક્ષા પ્રત્યે રેલવેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here