
ક્વોન્ટમ એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઇવેટ લિમિટેડ (ક્વોન્ટમ એએમસી) એ આજે અમદાવાદમાં તેની હાજરી દર્શાવતા એક નવા ચેપ્ટરની શરૂઆતની જાહેરાત કરી છે, જે ભારતના સૌથી ગતિશીલ નાણાકીય કેન્દ્રોમાંના એકમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવે છે. આ પ્રસંગે બોલતા, ક્વોન્ટમ એએમસીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સીમંત શુક્લાએ જણાવ્યું હતું કે, “ગુજરાત આજે ભારતની મ્યુચ્યુઅલ ફંડ સંપત્તિના લગભગ 8.8%નું પ્રતિનિધિત્વ કરે છે, જે ઓગસ્ટ 2025 સુધીમાં આશરે રૂ. 5.50 લાખકરોડની એયુએમ છે – જે રાજ્યની ગ્રોઇન્ગ ફાઇનાન્શિયલ સોફિસ્ટિકેશન અને ઈન્વેસ્ટર પાર્ટીસીપેશનનું સ્પષ્ટ સૂચક છે. ગુજરાતનું આજે એયુએમ 2009 માં ભારતના કુલ એયુએમ જેટલું જ છે. અમદાવાદ એક મુખ્ય આર્થિક એન્જિન તરીકે સેવા આપી રહ્યું છે – ગુજરાતના જીડીપી માં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે અને મજબૂત વ્યવસાય, છૂટક અને એચએનઆઈ નેટવર્ક દ્વારા સમર્થિત છે – અહીં અમારું નવું વ્યવસાય કેન્દ્ર જોડાણને વધુ ગાઢ બનાવવા, સારી સેવા પ્રદાન કરવા અને સમૃદ્ધ રોકાણકારોની સંભાવનાનો ઉપયોગ કરવા માટે એક વ્યૂહાત્મક પગલું છે. ક્વોન્ટમ એએમસીના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર ચિરાગ મહેતાએ ઉમેર્યું, “એક ગુજરાતી તરીકે, હું આ બજાર સાથે ગાઢ જોડાણ અનુભવું છું. ગુજરાત હંમેશા તેની નાણાકીય સમજદારી અને ઉદ્યોગસાહસિક ઊર્જા માટે જાણીતું રહ્યું છે – જે ગુણો ક્વોન્ટમ ખાતે અમારી ફિલસૂફી સાથે મજબૂત રીતે સુસંગત છે. અમદાવાદમાં અમારી હાજરી સાથે, અમે પારદર્શક, શિસ્તબદ્ધ અને લાંબા ગાળાના રોકાણ ઉકેલો સાથે અહીં રોકાણકારોને વધુ સશક્ત બનાવવાનો ઉદ્દેશ્ય રાખીએ છીએ.”


