Tuesday, November 17, 2026
HomeGujaratરાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને ૧ વર્ષની સાદી...

રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા ફટકારતી રાજપીપલા કોર્ટ

Date:

Related stories

માનવસેવાથી પશુસેવા સુધી : નારાયણ સેવા સંસ્થાને એનું અભિયાન...

ગાયો માટે કૃત્રિમ અંગો : નારાયણ સેવા સંસ્થાનની વિશિષ્ટ...

કલ્યાણ જ્વેલર્સે નવા ‘કલ્યાણ ભવ’ અભિયાન સાથે લગ્નના આશીર્વાદની...

અભિયાન ભારતીય લગ્નના ચમત્કારિક નજારાને જીવંત કરે છે, જેમાં...

સાંપ્રત સમયની અશાંતિ ની સમસ્યાનો ઉકેલ માત્ર ધર્મ અને...

સમાજની દરેક વ્યક્તિએ પોતપોતાની હેસિયત મુજબ તહેવાર ઉજવ્યાં,...

ખોડલધામ સમિતિ અને ભોજલરામ આશ્રમ દ્વારા ૨૦મીએ ભવ્ય તુલસી...

૧૪મીએ ચાંલ્લા વિધિમાં તુલસીજી-ઠાકોરજીને ૫ જોડી વસ્ત્રો અને દાગીના...

રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ હુકમ રકમ ન ચૂકવે તો વધુ ચાર માસનીસાદી કેસની સજાનો હુકમ રાજપીપલા, તા 16 રાજપીપલાના વેપારીનો રૂ. 3 લાખનો ચેક રિટર્ન થતા આરોપીને ૧ વર્ષની સાદી કેદની સજા રાજપીપલા કોર્ટે ફટકારી છે. અને રૂ.3લાખ ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો પણ હુકમ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપલાના વેપારી કમલેશભાઈ અરૂણભાઈ ભૈયાએ નાંદોદના કરાંઠા ગામના રહેવાસી પ્રફુલભાઈ ભાઈલાલભાઈ પટેલને રૂપીયા ત્રણ લાખ હાથ ઉછીના આપેલ હતા અને જેની જવાબદારી સ્વિકારતા પ્રફુલભાઈ ભાઈલાલભાઈ પટેલે ફરીયાદી કમલેશભાઈ અરૂણભાઈ ભૈયાને 3 લાખનો ચેક લખી આપેલ હતો જે ચેક બેંકમાંથી રીટર્ન થતા ફરીયાદી કમલેશભાઈભૈયાએ રાજપીપલાના એડિશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ફરીયાદ પ્રફુલભાઈ ભાઈલાલભાઈ પટેલ વિરૂધ્ધ દાખલ કરેલ હતી. જે કામે ફરીયાદી તરફે સિનિયર વકીલ સુરેશચંદ્ર કે. જોષીને રોકી કેસ નામદાર કોર્ટમાં ચલાવેલ, જે કેસ ચાલીજતા નામદાર કોર્ટે ફરીયાદી તરફેના સિનિયર વકિલસુરેશચંદ્ર કે. જોષી ની ધારદાર દલીલો અને કાયદાકીય ચુકાદાઓને ધ્યાને લઈ પ્રફુલભાઈ પટેલને ૧ વર્ષની સાદી કેદની સજા તથા ફરીયાદની રકમ રૂ.૩,૦૦,૦૦૦/- હુકમ તારીખથી ૮% લેખે ફરીયાદીને દિન ૬૦ માં ચુકવવાનો હુકમ કરેલ છે.તથા જો ચુકવવામાં કસુર કરે તો વધુ ચાર માસનીસાદી કેસની સજાનો હુકમ કરેલ છે.
તસવીર :ભાવના ભાટી

માનવસેવાથી પશુસેવા સુધી : નારાયણ સેવા સંસ્થાને એનું અભિયાન...

ગાયો માટે કૃત્રિમ અંગો : નારાયણ સેવા સંસ્થાનની વિશિષ્ટ...

કલ્યાણ જ્વેલર્સે નવા ‘કલ્યાણ ભવ’ અભિયાન સાથે લગ્નના આશીર્વાદની...

અભિયાન ભારતીય લગ્નના ચમત્કારિક નજારાને જીવંત કરે છે, જેમાં...

સાંપ્રત સમયની અશાંતિ ની સમસ્યાનો ઉકેલ માત્ર ધર્મ અને...

સમાજની દરેક વ્યક્તિએ પોતપોતાની હેસિયત મુજબ તહેવાર ઉજવ્યાં,...

ખોડલધામ સમિતિ અને ભોજલરામ આશ્રમ દ્વારા ૨૦મીએ ભવ્ય તુલસી...

૧૪મીએ ચાંલ્લા વિધિમાં તુલસીજી-ઠાકોરજીને ૫ જોડી વસ્ત્રો અને દાગીના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here