ક્યૂપર્ટિનો બેઝ્ડ ટેકનોલોજી કંપની એપ્પલ ભારતમાં બેંગ્લોર સ્થિત લોકેશન માટે સોફ્ટવેર ડેવલપમેન્ટ ઈન્ટર્ન હાયર કરવા ઈચ્છે છે. કંપનીએ જણાવ્યું કે, આગામી વર્ષે જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે એપ્પલના સંગઠનમાં ફુલ ટાઈમ સોફ્ટવેર એન્જિનિયર ઈન્ટર્નને હાયર કરવા ઈચ્છે છે. કોરોનાની બીજી લહેર બાદ દેશમાં જુદા જુદા સેક્ટરમાં નોકરીની અપાર તકો ખુલી રહી છે. દરમિયાન એપલ દ્વારા ભારતની આ નોકરીઓ માટે યુવક-યુવતીઓ માટે તક આપવામાં આવી છે. એપલના મોબાઇલથી લઈને જુદી જુદી એસસરિઝ લોકો વાપરે છે અને ખૂબ પ્રતિષ્ઠીત બ્રાન્ડ તરીકે તેનો ઉપયોગ કરે છે ત્યારે એપલની આ નોકરી ભારતીય યુવાનો માટે સોનેરી તક સમાન છે.
સોફ્ટવેર ડેવલપમેન્ટ ઈન્ટર્ન
બેંગ્લોરમાં એપ્પલની એપ્લિકેશન એક્સેલેરેટર સ્થાનિક ડેવલપર્સને સપોર્ટ અને ટ્રેઈનિંગ આપે છે. અનેક એપ્લિકેશનને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સફળતા મળી છે. એપ એક્સેલેરેટરના કારણે ભારતમાં 8,73,000થી અધિક રોજગારીનું સર્જન થયું છે. જેનો સંપૂર્ણ શ્રેય iOS App ઈકોસિસ્ટમને જાય છે.
ભારત દુનિયાના ગણતરીના દેશોમાંથી એક છે, જ્યાં એપ્પલ આઈફોન બનાવે છે. સ્થાનિક સ્તર પર iPhone 12, iPhone SE, iPhone 11 અને iPhone XR બનતા હોય તે ખૂબ જ ગર્વની વાત છે. અગાઉ ભારતમાં iPhone 7, iPhone 6S અને iPhone SE ના ફર્સ્ટ જનરેશનનું નિર્માણ થઈ ચૂક્યું છે.
ભારતમાં iPhone નિર્માણની સાથે Apple ના સપ્લાયર Apple સપ્લાયરના ક્લિન એનર્જી પ્રોગ્રામમાં શામેલ થયા છે, જેમાં Yuto અને CCL શામેલ છે. મહિલાઓના સ્વાસ્થ્ય અને વેલ-બીઇંગ પર પર આધારિત હેલ્થ પ્રોગ્રામ પર પણ વિસ્ટ્રોન સાથે કામ કરી રહ્યા છીએ. તેની તેમના પરિવાર અને કમ્યુનિટી પર વધુ અસર થાય છે.
કંપનીની વેબસાઈટ અનુસાર, ‘Apple સાથે જોડાઈને તમે નવા વિચારો રજૂ કરી શકો છો અને ઈનોવેશન કરી શકો છો. Apple સાથે જોડાઓ અને Appleને વધુ યોગ્ય બનાવવામાં મદદ કરો.’