પેટ્રોલ ડીઝલમાં ભડકો: ભાવનગરમાં સૌથી વધુ ભાવ 105ને પાર…

0
16
રાજ્યમાં પેટ્રોલ ડીઝલનાં ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. સતત ત્રીજા દિવસે પેટ્રોલ ડીઝલનાં ભાવમાં 35 પૈસાનો વધારો નોંધાયો છે.
રાજ્યમાં પેટ્રોલ ડીઝલનાં ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. સતત ત્રીજા દિવસે પેટ્રોલ ડીઝલનાં ભાવમાં 35 પૈસાનો વધારો નોંધાયો છે.

પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં (Petrol Dessiel price Hike) દિવસે દિવસે વધારો નોંધાઇ રહ્યો છે. સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ આસમાને પહોંચી ગયા છે. આ સાથે જ ગુજરાતનાં ભાવનગરમાં પેટ્રોલ અને ડીઝલનો (Petrol Dessiel Price in Bhavnagar) ભાવ સૌથી નોંધાયો છે. ભાવનગરમાં એક લિટર પેટ્રોલનો ભાવ વધીને 105.51 રૂપિયા અને એક લિટર ડિઝલનો ભાવ વધીને 105.02 થઇ ગયો છે.

જ્યારે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 103.52, ડીઝલ 103.02 નોંધાયો છે. રાજકોટમાં પેટ્રોલ 103.21 અને ડીઝલનો ભાવ 102.73 નોંધાયો છે. જ્યારે ભુજમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 103.54 અને ડીઝલનો ભાવ 102.99 રૂપિયા થઇ ગયો છે.વડોદરા શહેરમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 103.04, ડીઝલનો ભાવ 102.53 રૂપિયા નોંધાયો છે. જ્યારે સુરત શહેરમાં પેટ્રોલ 103.36 રૂપિયા અને ડીઝલનો બાવ 102.99 રૂપિયા નોંધાયો છે. છેલ્લાં એક મહિનામાં પેટ્રોલમાં સાત રૂપિયા અને ડીઝલમાં 5.70 રૂપિયાનો વધારો નોંધાયો છે.ભાવ વધારાની વાત કરીએ તો, 18 અને 19 ઓક્ટોબરનાં રોજ ભાવમાં વધારો નહોતો આવ્યો. તેની પહેલાં સળંગ ચાર દિવસ પેટ્રોલ અને ડીઝલમાં 35 પૈસાનો વધારો નોંધવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ દર અલગ અલગ હોય છે. તેથી તમામ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ અલગ અલગ જોવા મળે છે.ભારતવાસીઓ પણ બ્રિટનવાસીઓ પણ પરેશાન છે. બ્રિટનમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 141.76 પેન્સ થઇ ગયો છે. જે 2012નાં 142.43 પેન્સની ટોચથી થોડો જ દૂર છે. બ્રિટનમાં પેટ્રોલનો ભાવ 1.41 પાઉન્ડ છે જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લિટર 145.4 પેન્સ એટલે કે 1.45 પાઉન્ડ છે. પેટ્રોલ-ડીઝળનાં ભાવમાં થયેલાં વધારા લીધે આગામી સપ્તાહે રજુ કરવામાં આવશે.