ખરીદીમાં ઉત્સાહ: તહેવારમાં લોકો એક લાખથી વધુ ખર્ચ કરવા તૈયાર, દેશના 94% ગ્રાહકોએ ખરીદી માટે ઉત્સાહ દર્શાવ્યો

0
31
63% લોકોના શોપિંગ લિસ્ટમાં કપડાં ટોપ પર, જ્વેલરી ખરીદનારા 30 ટકા વધ્યાં
63% લોકોના શોપિંગ લિસ્ટમાં કપડાં ટોપ પર, જ્વેલરી ખરીદનારા 30 ટકા વધ્યાં

દેશમાં આ દિવાળીની ખરીદી માટે છેલ્લા બે વર્ષની તુલનામાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રિટેલર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા અને લિટમસ વર્લ્ડના તાજેતરના અહેવાલ અનુસાર 94 ટકા લોકો આ વખતે દિવાળીની ખરીદીને લઈને ઉત્સાહિત છે.

2020માં આ આંકડો 80 ટકા હતો જ્યારે કોવિડ પહેલા એટલે કે 2019માં આ આંકડો 89 ટકા હતો. એટલું જ નહીં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે એક લાખ રૂપિયા ખર્ચવા ઈચ્છતા લોકોની સંખ્યા બમણી થઈ ગઈ છે.

સર્વેમાં સામે આવ્યું છે કે ઓનલાઈન શોપિંગ તરફ લોકોનું વલણ ઘટ્યું છે અને લોકો બજારોમાં જઈને ખરીદી કરવા ઈચ્છે છે. આમાં પણ સ્ટેન્ડ અલોન શોપમાંથી ખરીદી કરવાનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે. 2019ની સરખામણીમાં ઓનલાઈન શોપિંગમાં રસ ધરાવતા લોકોની સંખ્યામાં 4 ટકાનો ઘટાડો થયો છે. તે જ સમયે માત્ર સ્ટેન્ડથી ખરીદી કરવામાં રસ ધરાવતા લોકોની સંખ્યામાં 12 ટકાનો વધારો થયો છે.

એટલું જ નહીં ક્રેડિટ કાર્ડ પર ખરીદી કરનારા લોકોની સંખ્યામાં 12 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે કેશ, ડેબિટ કાર્ડ, યુપીઆઇ અને નેટ બેન્કિંગ જેવા માધ્યમો દ્વારા ખરીદી કરવા ઇચ્છુક લોકોની સંખ્યા 25 થી વધીને 80 ટકા થઈ ગઈ છે. 2019ની સરખામણીમાં રોકડ ખરીદનારાઓની સંખ્યામાં 4 ગણો વધારો થયો છે.

માગમાં ઝડપી વૃદ્ધિ, રસીકરણમાં વધારો, કોરોનાના ત્રીજા લહેરનો ભય હળવો બનતા,લોકો પાસે પૂરતી રોકડ,પોઝિટીવ અર્થતંત્રમાં વિશ્વાસ અને બજારમાં સારી ઓફર્સએ ગ્રાહકોના સેન્ટિમેન્ટને નોંધપાત્ર રીતે વેગ આપ્યો છે. લોકો મજબૂત ખરીદીના મૂડમાં છે. રિટેલર્સ આ વર્ષે પણ સારા વેચાણની અપેક્ષા છે.