Friday, September 25, 2026
HomeWorld'10 બંધક છોડો, બદલામાં 1 દિવસનું યુદ્ધવિરામ', ડીલ થયા બાદ નેતન્યાહૂએ હમાસને...

’10 બંધક છોડો, બદલામાં 1 દિવસનું યુદ્ધવિરામ’, ડીલ થયા બાદ નેતન્યાહૂએ હમાસને કરી વધુ એક ઓફર

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...
જેરુસલેમ : ઈઝરાયલ અને ગાઝા પટ્ટી વચ્ચે સીઝફાયર અંગે સહમતિ સધાઈ ચૂકી છે. આ સીઝફાયરના બદલામાં હમાસ દ્વારા ઈઝરાયલના બંધક બનાવાયેલા 50 લોકોને મુક્ત કરવામાં આવશે. જોકે ઈઝરાયલે કેદ કરી રાખેલા 150 પેલેસ્ટિનીઓને પણ મુક્ત કરવા પડશે અને ગાઝામાં વધુ માનવીય સહાયની મંજૂરી આપવી પડશે. જોકે સીઝફાયર અને બંધકોની મુક્તિનો મામલો શુક્રવાર સુધી ટળી ગયો હોવાની માહિતી છે.  ઈઝરાયલી રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના નિર્દેશક તજાચી હાનેગ્બીએ કહ્યું હતું કે બંધકોની મુક્તિ પર અમે આગળ વધી રહ્યા છીએ. બંધકોને મુક્ત કરવાની શરૂઆત તમામ પક્ષો વચ્ચે મૂળ સમજૂતીના આધારે થશે. જોકે તે શુક્રવાર પહેલા શરૂ નહીં થાય. સમજૂતી અનુસાર હમાસ ચાર દિવસમાં 50 બંધક મુક્ત કરશે જેમાં બાળકો અને મહિલાઓ સામેલ છે. બદલામાં ઈઝરાયલ 3 પેલેસ્ટિની કેદીઓને મુક્ત કરશે. એટલે કે કુલ 150 પેલેસ્ટિની આઝાદ થશે.  દરમિયાન ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ હમાસ સામે નવી શરત રાખી દીધી છે. નેતન્યાહૂએ ઓફર કરી હતી કે હમાસ દ્વારા વધારાના 10 કેદીઓને મુક્ત કરવામાં આવશે તો અમે બદલામાં એક દિવસના સીઝફાયરને અમલી બનાવીશું. એટલે કે બંધકોની મુક્તિ તબક્કાવાર આગળ વધશે તો હમાસ દ્વારા લગભગ વધુ 20 બંધકોને મુક્ત કરાશે અને યુદ્ધવિરામ આગળ વધતું રહેશે. ઉલ્લેખનીય છે કે 7 ઓક્ટોબરે હમાસે ઈઝરાયલ પર હુમલો કરીને 1400 લોકોના જીવ લઈ લીધા હતા અને આશરે 240 લોકોને બંધક બનાવી લીધા હતા.  

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here