નવી દિલ્હી: દેશભરમાં આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થઈ રહી છે. રાજપથ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત આજે 73મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યું છે. આ પ્રસંગે યોજાયેલી પરેડમાં સૈન્યના 16 દળ, 17 મલિટ્રી બેન્ડ, તથા વિવિધ રાજ્યો અને વિભાગો અને સૈન્ય બળોના 26 ટેબ્લો સામેલ છે. ગણતંત્ર દિવસ પરેડ ભારતની સ્વતંત્રતાના 75 વર્ષે થઈ રહી છે, જેની ઉજવણી આખા દેશમાં ‘આઝાદીના અમૃત મહોત્સવ’ના રૂપમાં કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ ગણતંત્ર દિવસ પર શુભેચ્છા પાઠવતા કહ્યુ કે, ‘તમને બધાને ગણતંત્ર દિવસની શુભકામના. જય હિંદ!’ આ પ્રસંગે પીએમ મોદી નેશનલ વૉર મેમોરિયલ પહોંચ્યા હતા અને શહીદોને સલામી આપી હતી.ઇન્ડો-તિબ્બતન બોર્ડર પોલીસ (ITBP)નાં જવાનોએ લદ્દાખમાં 15,000 ફીટની ઉંચાઇ પર માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરી છે આ સાથે જ તેનો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે, ચારેય બાજુ ફક્ત બરફ છે અને આ પરિસ્થિતિમાં જવાનોનાં હાથમાં તિરંગો છે. તેઓ માર્ચ પાસ્ટ કરી રહ્યાં છે.
રાજપથ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પહોંચ્યા; PM મોદીએ શહીદોને આપી શ્રદ્ધાંજલિ
Date: