રેમો ડિસૂઝાની ફિલ્મ રેસ 3 નું ટ્રેલર અત્યારે જ રીલીઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલરને લઈને દર્શકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.
આ ફિલ્મમાં સલમાન ખાન, બૉબી દેઓલ અને અનિલ કપૂરની ફિલ્મ ‘રેસ 3’નું ટ્રેલર રીલીઝ કરી દેવામાં આવ્યું છે. આજ સવારથી જ આ ટ્રેલરને લઈને બોલિવુડમાં તથા દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. છેલ્લે રેમો ડિસુઝાએ આ ફિલ્મનુ ટ્રેલર રીલીઝ કર્યું હતું. અને જણાવ્યુ હતું કે, આ ટ્રેલરને રીલીઝ કરતાં મને ખુબજ આનંદ થાય છે. આ ઉપરાંત તેને જણાવ્યુ હતું કે મારી આ ‘રેસ 3’બધાને ગમે એજ એંગલથી મે બનાવી છે. અને આ પૂરી ફિલ્મ એક્શન ડ્રામા પર આધારિત છે.
આ ટ્રેલરની શરૂઆત એક શાનદાર ડાઈલોગ થી થાય છે. આ ડાઈલોગ કોઈ બીજાએ નહીં પરંતુ સલમાન ખાન એટલેકે ખુદ સિકંદર બોલ્યો છે. તે ડાઈલોગ બોલે છે કે, ‘આ રેસ જીંદગીની છે કોકની જિંદગી લઈને જ ખત્મ થશે…’ ત્યારબાદ સલમાન ખાનની ધામેકેદાર ફાઇટ જોવા મળે છે.